8 વર્ષની દીકરી નીકળી 30 વર્ષની મહિલા, પરિવારને મારવાની યોજના હતી

PC: thesun.co.uk

અમેરિકામાં રહેનારું એક દંપતિ તેમની જે દીકરીને 8 વર્ષની સમજી રહ્યા હતા, તે ખરેખર તો 30 વર્ષની નીકળી. અને તેની યોજના પૂરા પરિવારને મારવાની હતી. વાત એમ છે કે, આ દંપતિએ તે છોકરીને દત્તક લીધી હતી. જેમાં તેની ઉંમર 8 વર્ષની જણાવવામાં આવી હતી.

જ્યારે પરિવારને તે છોકરીની હરકતો પર શંકા ગઈ તો તેમણે ડોક્ટરનો સંપર્ક સાધ્યો. ડોક્ટરોએ તેમણે જણાવ્યું કે, જે છોકરીને તમે 8 વર્ષની સમજી રહ્યા છો, ખરેખર તો તેની વાસ્તવિક ઉંમર 14 વર્ષથી વધારે છે.

અમેરિકાના ઈન્ડિયાનામાં રહેનારા આ પરિવારે 2010માં આ છોકરીને દત્તક લીધી હતી. તેમને છોકરીના કદને કારણે તેની ખરી ઉંમરની જાણ ન થઈ શકી. હવે આ છોકરી પર આરોપ છે કે, તે પોતાની અસલી માતાના કહેવા પર આ પરિવારને ખતમ કરવાનું કાવતરુ ઘઢી રહી હતી.

નટાલિયા નામની આ છોકરી બૌનેપનનો શિકાર છે. જેને ક્રિસ્ટીન અને માઈકલ બાર્નેટ નામના દંપત્તિએ દત્તક લીધી હતી.

આ છોકરીની અસલી માતા એના વોલોડાયમિવ્નના યૂક્રેનમાં રહે છે. તેમનું કહેવું છે કે, તેમની ત્રણ ફૂટની દીકરી 16 વર્ષની છે. તેમણે વિકલાંગ હોવાને કારણે તેમની દીકરીને દત્તક આપી દીધી હતી. અને હવે તેના પર લગાવવામાં આવેલા આરોપથી તે પોતે જ હેરાન છે.

એનાનું કહેવું છે કે, તે તેની દીકરીનો ઉછેર કરી શકે તેમ નહોતી, એટલા માટે તેને દત્તક આપી હતી. એનાની ઈચ્છા છે કે, તેની દીકરી 18 વર્ષની થાય તો તેને ફરી યૂક્રેન લાવવામાં આવે.

નટાલિયા નામની દિવ્યાંગ છોકરી હવે એક ઈસાઈ પાદરી એંટોન મેન્સની સાથે રહે છે. જેમના પરિવારમાં તેમની એક પત્ની અને પાંચ બાળકો છે. આ લોકો પણ ઈન્ડિયાનામાં જ રહે છે. તેમનું કહેવું છે કે, બર્નેટનો પરિવાર તેને એકલી ફ્લેટમાં મૂકીને કેનેડા ચાલ્યા ગયા હતા.

પરિવારને મારવા માંગતી હતીઃ

આ છોકરીને દત્તક લેનારા દંપતિનું કહેવું છે કે, નટાલિયા તેમના પરિવારને મારવા માંગતી હતી. અનાથ સમજીને અમે તેને દત્તક લીધી હતી. તે દરેકને મારી નાખવાની ધમકી આપતી હતી. તે અમુક એવા ચિત્રો પણ દોરતી હતી, જેનાથી લાગતું કે તે અમને મારવા માંગે છે. તે અડધી રાત્રે પરિવારના સભ્યોની સામે આવી ઊભી રહેતી હતી.

તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે, નટાલિયા ફ્લેટમાં એકલી મળી આવી હતી. તેણે અમને જણાવ્યું હતું કે, તેનો પરિવાર તેને છોડીને ચાલ્યો ગયો હતો. ત્યાર પછી લગભગ 5 વર્ષ માટે આ કેસની તપાસ ચાલી. આ દંપતિ વિરુદ્ધ આશ્રિતને એકલા મૂકી જવાના 2 કેસ નોંધાયા છે. જોકે, ક્રિસ્ટીન આ લગાવેલા આરોપોને નકારી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp