લોકડાઉન બાદ સલૂન ખૂલ્યું તો વાણંદે સોનાની કાતરથી ગ્રાહકના વાળ કાપ્યા

PC: tv9marathi.com

લોકડાઉનને કારણે આશરે ત્રણ મહિના બાદ મહારાષ્ટ્રમાં સલૂન અને બ્યુટી પાર્લર ફરી ખોલવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક સલૂન માલિકે પોતાના પહેલા ગ્રાહકના સોનાની કાતરથી વાળ કાપ્યા હતા. 'મિશન બિગિન અગેન' અંતર્ગત મહારાષ્ટ્ર સરકારે લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપી છે. તા. 28 જૂનથી વાણંદની દુકાન તથા સલૂન ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે.

સરકારી મંજૂરી મળ્યા બાદ આ ખુશીમાં કોલ્હાપુરના સલૂન માલિક રામભાઉ સંકપાલે પોતાના પહેલા ગ્રાહકના વાળ કાપવા સોનાની કાતરનો ઉપયોગ કર્યો હતો. સોનાની કાતર માટે તેમણે એક ખાસ વ્યવસ્થા પણ કરી હતી. લોકડાઉનને કારણે ત્રણ મહિનાથી પણ વધારે સમય સુધી સલૂન બંધ રહ્યું છે. જેના કારણે આર્થિક ખોટ વેઠવાનો વારો આવ્યો છે. પણ હવે છૂટ મળતા થોડી રાહત મળી છે. સંકપાલે જણાવ્યું હતું કે, આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે ઘણા સલૂન માલિકોએ આપઘાત કર્યા છે. આવી સંકટભરી સ્થિતિનો સામનો કરવા અને સફળ થવા એ માટે એક ખુશી વ્યક્ત કરવા મે મારા પ્રથમ ગ્રાહકના વાળ સોનાની કાતરથી કાપ્યા હતા.

હું છેલ્લા ઘણા વર્ષોથી આ વ્યવસાયમાં છું અને ઘણા પૈસાની બચત કરીને 10 તોલાના સોનાની કાતરની જોડી ખરીદી હતી. રામભાઉ અને એનો પુત્ર બંને સલૂન ચલાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારી મંજૂરી મળ્યા બાદ સલૂન માલિકોમાં આનંદ છવાયો છે. આ ખુશી વ્યક્ત કરવા માટે અમે સોનાની કાતરથી ગ્રાહકના વાળ કાપ્યા. ખાસ કરીને નાના બાળકના બાળમુઆરા કે બાળકની મુંડનવિધિ હોય ત્યારે આ પ્રકારની કાતરને શુકનવંતી માનવામાં આવે છે. ગ્રાહકો પણ આ માટે ખાસ માગ કરતા હોય છે. આ છૂટછાટ મળતા અમે આ દિવસની ઉજવણી કરી હતી. અમે સલૂનમાં આવતા ગ્રાહકો માટે ખાસ સેનિટાઈઝર રાખ્યું છે. હાથ સાફ કર્યા બાદ જ અંદર આવવા દઈએ છીએ. માસ્ક પહેરીને જ અંદર આવવું એવી અપીલ કરીએ છે. આ ઉપરાંત સલૂનમાં પણ ખુરશીઓ વચ્ચે થોડું ડિસ્ટન્સ રાખવામાં આવ્યું છે. એક ગ્રાહક જાય પછી સમગ્ર સીટ અને કાતરને સેનિટાઈઝ કરવામાં આવે છે. જેથી સંક્રમણ ન ફેલાઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp