આ કલાકારે બનાવ્યું 0.5 ઈંચનું શિવલીંગ, લોકોએ આપી આવી પ્રતિક્રિયા

PC: indiatimes.com

મહાશિવરાત્રીના પ્રસંગ પર ઓડિશાના જાણીતા આર્ટિસ્ટ એલ. ઈશ્વરરાવે પેન્સિલની અણી પર એક શિવલીંગ બનાવ્યું છે. જેની લંબાઈ માત્ર 0.5 ઈંચ છે. ઈશ્વર રાવ ભૂવનેશ્વરથી 20 કિમી દૂર આવેલા ખુરદા જિલ્લાના જાતની ગામના રહેવાસી છે. તેની આ પ્રકારની કૃતિઓથી એક અનોખો ચાહક વર્ગ ઊભો કર્યો છે. આ અંગે ઈશ્વરે જણાવ્યું હતું કે, આ કામ ખૂબ જ પકડારજનક હતું. સૌથી વધારે મુશ્કેલીભર્યું કામ ચાર સોફ્ટ સ્ટોનને નાની બોટલમાં ફિક્સ કરવાનું હતું.

 

જેમાં બે દિવસ સુધી મહેનત કરવી પડી. આ કામ માટે એકાગ્રતા અને ધીરજ સાથે ખૂજ પ્રેક્ટિસની જરૂર હોય છે. આ કામ સિવાય પણ રાવ ભારતીય ટીમના સન્માનમાં વર્લ્ડ કપ ટ્રોફીને આંબલીના બીજ પર બનાવી ચૂક્યા છે. ગત વર્ષે તેણે ક્રિસમસ બાદ એક બોટલની અંદર ચર્ચ બનાવ્યું હતું. પેન્સિલની અણી પર આટલું ઝીણું નક્શીકામ કરવું સરળકામ તો નથી જ. તેમની આ કલા-કારીગીરી પર અનેક લોકોએ ખૂબ જ સારી એવી પ્રતિક્રિયા આપી છે. એમના ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યા છે.

એક યુઝરે તો ત્યાં સુધી કહ્યું કે, આ ખરેખર ગૌરવની વાત છે કે, આપણા દેશમાં આ પ્રકારનું ટેલેન્ટ છે. આવું પેન્સિલવર્ક કરવું ખરેખર કઠિન કામ છે. મહાશિવરાત્રીના દિવસે તેણે આ શિવલીંગ તૈયાર કર્યું હતું. આ પહેલા તેણે ચોખાના દાણા પર પોતાની કૃતિ અંકિત કરી હતી. શિવરાત્રીના પર્વ પર કંઈક અનોખી રીતે ભક્તિ કરનારા આવા કલાકારોએ આવી કૃતિ રજૂ કરીને પોતાની શિવભક્તિની અભિવ્યક્તિ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp