માતા માટે ફ્રિજ લેવા ચલણી સિક્કા લઇને ગયો પુત્ર પછી જુઓ શું થયું

PC: bhaskar.com

નાનપણથી જ માતા માટે ફ્રિજ લેવાનું સપનું જોનાર એક યુવાને જયારે બચત પેટે ભેગા કરેલા સિક્કા લઇને ફ્રિજ ખરીદવા ગયો તો 2000 રૂપિયા ઓછા નિકળ્યા પણ દુકાનદારે યુવાનની ભાવનાની કદર કરીને 2000 ડિસ્કાઉન્ટ આપી દીધું અને સાથે એક ભેટ પણ આપી. સિક્કાના બદલામાં જયારે યુવાન ફ્રિજ લઇને ઘરે ગયો ત્યારે માતા અને પિતાની આંખો ખુશીથી છલકી ઉઠી હતી.માતા માટે જોયેલું સપનું પુરુ થતા યુવાનનો ચહેરો પણ સસ્મિત ખીલી ઉઠયો હતો.

સંવેદના અને માતા પ્રેમની આ સ્ટોરી જોધપુરની છે.બીએસસીમાં ભણતો 17 વર્ષનો યુવાન રામસિંહ નાનપણથી તેની બચત પેટીમાં સિક્કા નાંખતો.તેનું સપનું હતું કે પુરતા રૂપિયા ભેગા થયા પછી માતાને ફ્રિજ અપાવવું છે.બચત પેટીમાં રામસિંહ 1,2, 5, 10ના સિક્કા અને નોટ ભેગી કરતો હતો.બચત પેટી ભરાઇ જતી ત્યારે તેમાંથી નોટ કાઢીને માતાને આપી દેતો પણ સિક્કા રહેવા દેતો હતો.

તાજેતરમાં જોધપુરના એક અખબારમાં રેફ્રિજરેટની જાહેરખબર પ્રસિધ્ધ થઇ હતી. રામસિંહે દુકાનદારને ફોન કર્યો હતો કે મારે ફ્રિજ ખરીદવું છે પણ રૂપિયાને બદલે ચલણી સિક્કા આપીશ. દુકાનદારે હા કહી એટલે રામસિંહ તો ગુણમાં સિક્કા ભરીને ફ્રિજ ખરીદવા ઉપડયો. દુકાનમાં સિક્કાની ગણતરી થઇ તો ફ્રિજની જે કિંમત હતી તેના કરતા રૂપિયા 2000 ઓછા હતા. રામસિંહનો ચહેરો મુરઝાઇ ગયો , પણ દુકાનદારે રામસિંહની ભાવના વાંચી લીધી અને 2000 ડિસ્કાઉન્ટ આપીને રામસિંહને ફ્રિજ આપી દીધું એટલું જ નહીં સાથે એક મજાની ગિફટ પણ આપી. રામસિંહના ચહેરા પર ખુશીનો પાર ન રહ્યો.જયારે ઘરે ફ્રિજ પહોંચ્યું તો માતા -પિતા આશ્ચર્યની સાથે રાજીના રેડ થઇ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp