તું કલેક્ટર છે? તે મહિલાની વાત એવી ડંખી કે ડૉક્ટરી છોડી IAS બની ગઈ પ્રિયંકા

PC: asianetnews.com

છત્તીસગઢની IAS ઓફિસર પ્રિયંકા શુક્લા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. તે હાલ ફીલ્ડની સાથે જ ટ્વીટર દ્વારા કોરોના વિરુદ્ધ જે રીતે જાગૃતતા ફેલાવી રહ્યા છે, લોકો તેમના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. પ્રિયંકા શુક્લા IAS બનતા પહેલા એમબીબીએસ ડૉક્ટર રહી ચુક્યા છે. જોકે, ડૉક્ટરીના દિવસોમાં તેમની સાથે એક એવી ઘટના બની કે તેમણે IAS બનવાનું નક્કી કરી લીધું.

2009 કેડરની IAS પ્રિયંકા શુક્લાએ 2006માં લખનૌની પ્રતિષ્ઠિત કેજીએમયુમાંથી એમબીબીએસની ડિગ્રી લીધી હતી. ડિગ્રી પૂર્ણ થયા બાદ તેઓ લખનૌમાં પ્રક્ટિસ કરી રહ્યા હતા. પોતાની પ્રેક્ટિસ દરમિયાન તેઓ એકવાર લખનૌમાં ઝૂંપડીઓમાં ચેકઅપ માટે ગયા હતા. ત્યાં એક મહિલા પોતે અને પોતાના બાળકોને પણ ગંદુ પાણી પીવડાવી રહી હતી. પ્રિયંકાએ મહિલાને ટોકતા પૂછ્યું કે, ગંદુ પાણી શા માટે પી રહ્યા છો? આ સાંભળી તે મહિલાએ કહી દીધુ- તું કલેક્ટર છે?

આ વાત પ્રિયંકાને કાંટાની જેમ વાગી. તે દિવસે જ તેમણે નક્કી કરી લીધુ કે, તેઓ IAS બનશે. ત્યારબાદ તેઓ યુપીએસસીની તૈયારીઓમાં જોડાઈ ગયા. વર્ષ 2009માં બીજા પ્રયાસમાં તેમને સફળતા મળી ગઈ.

પ્રિયંકા શુક્લા બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેઓ કવિતા પણ લખે છે અને કન્ટેમ્પરરી ડાન્સમાં પણ તેઓ પારંગત છે. પ્રિયંકા શુક્લા એક સારા સિંગર અને પેઈન્ટર પણ છે. તે પોતાની કલાથી અવારનવાર પોતાના સોશિયલ મીડિયા ફેન્સને સરપ્રાઈઝ કરતા રહે છે.

સોશિયલ મીડિયામાં તેમના ફેન્સ ઘણા બધા છે. તે સંખ્યા સતત વધતી જ જઈ રહી છે. માત્ર ટ્વીટર પર જ તેમને આશરે 70 હજાર લોકો ફોલો કરે છે. તેમને ફોલો કરનારાઓમા ઘણા બોલિવુડના જાણીતા કલાકાર પણ સામેલ છે.

પ્રિયંકા શુક્લાને રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી પાસેથી સેંસસ 2011 દરમિયાન સારું કામ કરવા માટે સેંસસ સિલ્વર મેડલ પણ મળી ચુક્યો છે. આ ઉપરાંત, સાક્ષરતાના ક્ષેત્રમાં સારું કામ કરવા માટે પણ તેમને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ આપવામાં આવી ચુક્યો છે. સાથે જ પ્રશાસનિક અધિકારી તરીકે પ્રિયંકાને ઘણા અન્ય એવોર્ડ્ઝ અને રેકોગ્નાઈઝેશન પણ મળી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp