સાપ ગળી ગયો આખો ટોવેલ, ડૉક્ટરે આવી રીતે કાઢ્યો, જુઓ વીડિયો

PC: jagranimages.com

સાપનું નામ સાંભળતા જ આપણા રુંવાડા ઊભા થઈ જાય છે અને મનમાં એક ફેણવાળા ઝેરી સાપનું ચિત્ર ઉપસી આવે છે. તમે સાપના અવનવા કારનામા વિશે તો સાંભળ્યું જ હશે અને ક્યારેય સાપ પક્ષી કે અન્ય નાના પ્રાણીઓને ગળી જતો વીડિયો જોયો પણ હશે. પરંતુ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે સાપ આખેઆખો ટોવેલ ખાઈ ગયો હોય આઈ મીન ગળી ગયો હોય. આ સાંભળીને તમે એવું વિચારતા હશો કે સાપનું કોઈ બચ્ચું હશે જે ભૂલમાં ટોવેલને અન્ય સાપ સમજીને ગળી ગયું હશે. પરંતુ એવું નહોતું આ ટોવેલ ગળી જનાર સાપ પૂરા 18 વર્ષનો હતો.

આ સમાચાર ઓસ્ટ્રેલિયાના છે. જ્યાં મૉન્ટી નામનો એક પાયથન સાપ અન્ય સાપ સમજીને આખેઆખો ટોવેલ જ ગળી ગયો હતો. આ સાપ સમુદ્રના કિનારે મળી આવ્યો હતો. જ્યારે તે મળી આવ્યો ત્યારે તેનું વજન ખૂબ જ વધી ગયું હતું અને તેની હાલત પણ ખરાબ થઈ રહી હતી. પછી સાપને એનિમલ હોસ્પટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં જાણવા મળ્યું કે તે ભૂલમાં ટોવેલ ગળી ગયો છે.

SASH Avian & Exoticsમાં મૉન્ટીની ટ્રીટમેન્ટ કરવામાં આવી. તેના પેટમાંથી એક મોટો ટોવેલ કાઢવામાં આવ્યો. તે એક બીચ ટોવેલ હતો, જેને સાપ સમુદ્ર કિનારે જ ગળી ગયો હતો.

જોયું તમે, કે કેટલો મોટો ટોવેલ એક 18 વર્ષના સાપના પેટમાંથી કાઢવામાં આવ્યો હતો. હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp