રસ્તો ઓળંગતી વખતે મોબાઈલમાં વાત કરતા યુવકનું માથું ST બસ નીચે કચડાતા મોત

PC: twitter.com/blrcitypolice

મોબાઈલ પર વાત કરતા-કરતા રસ્તો ઓળંગતા સમયે અકસ્માતના ઘણા કિસ્સાઓ સામે આવે છે. તેથી ટ્રાફિક વિભાગ દ્વારા પણ ગીત સાંભળતા-સાંભળતા કે, મોબાઈલમાં વાત કરતા-કરતા રસ્તો ન ઓળંગવા માટેની સલાહ આપવામાં આવે છે છતા પણ લોકો મોબાઈલમાં વાત કરતા-કરતા રસ્તો ઓળંગે છે અને વાતમાં ધ્યાન હોવાથી તેઓ અકસ્માતનો ભોગ બને છે.

કડીમાં એક યુવક મોબાઈલમાં વાત કરતા-કરતા વાહનોને જોયા વગર રસ્તો ક્રોસ કરતો હતો. તે દરમિયાન યુવકનો અકસ્માત ST બસ સાથે થયો હતો. યુવકનું માથું ST બસની નીચે આવી જતા યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

રિપોર્ટ અનુસાર મૂળ ઝારખંડનો વતની અને છ મહિના પહેલા કડીના ધુમાસણ રોડ પર આવેલી એક કંપનીમાં મજૂરી કામ કરવા માટે આવેલો મહેન્દ્ર બીરુવા નામનો યુવક 15 જાન્યુઆરી બુધવારના રોજ સાંજના સાડા છ વાગ્યે મોબાઈલ પર વતનમાં રહેતી તેની બહેન સાથે વાત કરતા-કરતા રાજપુર પાટીયા નજીક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. મહેન્દ્રનું ધ્યાન ન રહેતા તેની ટક્કર GJ 18 Z 6537 નંબરની અજમેર-અમદાવાદ જતી ST બસ સાથે થઇ હતી.

બસની અડફેટે આવીને ફંગોળાયેલા મહેન્દ્રનું માથું બસની નીચે આવી જતા તેની ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓએ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મૃતક મહેન્દ્રની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp