બાયડના પેટાચૂંટણીના ઉમેદવારના ઘરે GST વિભાગના દરોડા, સરકાર પર થયા આક્ષેપ

PC: youtube.com

21 ઓક્ટોબરના રોજ ગુજરાતની છ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણીને લઇને કોંગ્રેસ, ભાજપ સહીતના રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારને મેદાને ઉતારી દીધા છે અને ચૂંટણીનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ઉમેદવારોની મિલકતની ચકાસણી કરવા માટે GST વિભાગ દ્વારા ઉમેદવારના ઘરે અથવા તો ફેક્ટરી પર દરોડાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

GST વિભાગની કામગીરીને લઇને બાયડના અપક્ષ ઉમેદવાર રાજુ ખાંટની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. GST વિભાગ દ્વારા રાજુ ખાંટની અરવલ્લી અને અમદાવાદ જિલ્લામાં આવેલી મિલકતો પર દરોડા કરીને ખાતાકીય વ્યવહારોનું ચેકિંગ કર્યું હતું. પહેલા GSTની ટીમ દ્વારા રાજુ ખાંટની ફેક્ટરી પર ચેકિંગ કરવામાં આવ્યું હતું અને પછી તેમના અમદાવાદના નિવાસ સ્થાન પર ચેકિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રાજુ ખાંટ કાપડના વેપારી છે. GST વિભાગના અધિકારીઓની તપાસ દરમિયાન રાજુ ખાંટે બોલાચાલી કરી હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા GSTની ટીમ દ્વારા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

આ સમગ્ર મામલે રાજુ ખાંટે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સરકાર ખોટી રીતે હેરાન કરી રહી છે. ત્રણ જગ્યા પર રેડ કરવામાં આવી છે. આ લોકો કુરિયર લઇને આવવાનું કહીને મને ફોન કર્યો હતો, ત્યારે મે કહ્યું ફેકટરી બંધ પડી છે  એટલા માટે કુરીયર બાજુમાં આપીદો, ત્યારે તેમને મને આવવાનું કહ્યું હતું. પછી મે કહ્યું હું ઉમેદવાર છું અને 100 કિલોમીટર દૂર છું, તો હું કુરિયર લેવા આવું. આ સરકારને ખબર પડી ગઈ છે કે, અમારો ઉમેદવાર હારી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp