ગુજરાતના આ શહેરની SBI બેંકના કર્મચારી સંક્રમિત થતા બેંક બંધ કરવામાં આવી

PC: abplive.com

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ અનલોકમાં લોકોને છૂટછાટ મળ્યા બાદ રાજ્યમાં હવે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા હતા પરંતુ અમદાવાદ બાદ સુરતમાં સંક્રમણ વધ્યું હતું અને સુરત બાદ હવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં પ્રતિદિન 1,400 જેટલા સરેરાશ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને સામાજિક અંતર માસ્કના નિયમોનું પાલન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં પણ હવે ચિંતાજનક રીતે કોરોનાનું સંકરણ વધી રહ્યું છે. ત્યારે બનાસકાંઠાના ગામડાના લોકો કોરોનાના કેસ વધતા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં આવેલી એક બેંકના કર્મચારીઓના કોરાનાના રિપોર્ટ પોઝિટિવ આવતા બેંકને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા બેંકના કર્મચારીઓને પણ હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ અનુસાર બનાસકાંઠાના ડીસામાં ફુવારા વિસ્તારમાં આવેલી SBI બેંકના કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક અસરથી બેંકને બંધ કરવાના નિર્દેશ કરવામાં આવ્યા હતા. જેના કારણે નગરપાલિકા દ્વારા બેંકને સેનિટાઇઝ કરીને બેંકના એરિયાને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ SBI બેંકના જે પણ કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમને હોમ કવોરેન્ટાઇન કરીને સારવાર શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 22 સપ્ટેમ્બરના રોજ વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં એક કર્મચારીનો કોરાનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા 5 માળની આખી બેંકને બંધ કરી દેવામાં આવી હતી અને ગ્રાહકો બેંકની અંદર પ્રવેશ ન કરે તે માટે ગેટ પાસે સિક્યોરિટી ગાર્ડને ઉભા રાખી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગેટની બહાર બેંક બંધ હોવા બાબતે એક બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યુ હતું. બેંકમાં એક કર્મચારી પોઝિટિવ આવતા આખી બેંકને બંધ કરવામાં આવતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp