કૃષિ બિલના વિરોધમાં એશિયાની સૌથી મોટી APMC સહિત ઉત્તર ગુજરાતની APMC માર્કેટો બંધ

PC: google.com/maps

કૃષિ બિલના વિરોધમાં ખેડૂત સંગઠનોએ દેશ વ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં કૃષિ બિલના વિરોધમાં મહેસાણા, વિસનગર, વિજાપુર અને ઊંઝા APMCના વેપારીઓ અને ખેડૂતો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે. કૃષિ બિલના વિરોધમાં એશિયાની સૌથી મોટી APMC માર્કેટ ગણાતી એવી ઊંઝાની APMC માર્કેટમાં પણ વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવી રહ્યું છે. ઊંઝા APMCની સાથે વિજાપુર અને મહેસાણાની APMC માર્કેટમાં વેપારીઓ પણ પોતાના કામકાજથી અળગા રહ્યા હતા. વેપારીઓએ પોતાની જાતે ધંધા-રોજગાર બંધ રાખીને કૃષિ બિલના વિરોધમાં ખેડૂત સંગઠનોને સમર્થન આપ્યું હતું. ઊંઝા APMCના વહીવટ કર્તાઓએ વેપારીઓને APMCમાં બંધ ન પાડવા માટે વિનંતી કરી હતી. છતાં પણ વેપારીઓ દ્વારા ખેડૂતોના સમર્થનમાં પોતાની દુકાનો બંધ રાખવામાં આવી છે. જેના કારણે ઊંઝા APMCમાં હરાજી બંધ રહી છે.

કૃષિ બિલના વિરોધમાં ઉત્તર ગુજરાતની APMC માર્કેટો બંધ છે ત્યારે મહેસાણા APMC માર્કેટના વેપારીએ એસોસિએશનના પ્રમુખે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કૃષિ બિલ બહાર પાડ્યું છે તેના વિરોધમાં આજે બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસની સરકારમાં જ્યારે આ બિલ લાવવામાં આવ્યુ હતું ત્યારે ભાજપ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપ જ્યારે બિલ લાવી રહ્યુ છે ત્યારે કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે. ભાજપ-કોંગ્રેસની મિલીભગતના કારણે ખેડૂતો અને વેપારીઓની સાથે બધા જ વર્ગના લોકો પીસાઈ રહ્યા છે. અત્યારે ગમે તે માર્કેટમાં ખેડૂતો પોતાનો પાક વેચી શકે છે. આ બિલમાં સરકારે નવું કંઈ આપ્યું નથી.

કેન્દ્ર સરકારને ખેડૂતોનો માલ ખરીદવો હોય તો સરકાર માર્કેટયાર્ડમાં આવીને હરાજીમાં બોલીને ખેડૂતોનો માલ ખરીદે પરંતુ સરકારને આ પ્રકારે માલ ખરીદવો નથી. સરકારને તેમના ગોડાઉન ઉપર માલ ખરીદી ખેડૂતોને ચેકથી પેન્ટ આપી માલ ખરીદ્યાના થોડા સમય પછી પૈસા આપે છે. પરંતુ તેની સામે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને રોકડા પૈસા મળી જતા હોય છે. સરકારે પણ આ નીતિ અપનાવવી જોઈએ. અને જે તે માર્કેટીંગ યાર્ડની અંદર જઇને ટેકાના ભાવે માલ લેવો જોઈએ એવું અમારા વેપારીઓનું કહેવું છે. વેપારીઓ કહી રહ્યા છે કે, જે ખેડૂતને 5થી 10 દસ બોરી અનાજની ઉપજ થાય તે પોતાની 5થી 10 બોરી ગુજરાતની બહાર વેચવા જવાનો નથી અને તેને અનાજનું માર્કેટ યાર્ડમાં વેચાણ કરવું પડે છે. આ ઉપરાંત કોઇ પણ વેપારી ગામડે વજન કાંટા લઈને અનાજ લેવા જવાનો નથી અને વેપારીઓ તેના ભાવથી જ માલની ખરીદી કરવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp