જાણો ઊંઝા લક્ષચંડી યજ્ઞમાં જવા માટે બસ ક્યાંથી મળશે

PC: facebook.com/unjhaumiyadham

ઊંઝામાં લક્ષચંડી યજ્ઞને લઇને તાડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ મહાયજ્ઞમાં લાખો લોકોની ભીડ ઉમટવાની છે. મહાયજ્ઞ માટે ઊંઝાના ઐઠોર રોડ પર 700 વીઘા જમીનમાં વિશાળ ઉમાનગર તૈયાર કરવામાં આવ્યું છે. લાખો લોકોને આવવાના હોવાથી અત્યારથી જ સેવાભાવી લોકો દ્વારા લાડવાનો પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રસ્તાઓ પર પણ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રસ્તાઓના સમારકામની કામગીરી તંત્ર દ્વારા પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યા પર પરથી લોકો ઊંઝામાં યોજાનારા મહાયજ્ઞમાં હાજરી આપવા માટે આવશે જેને લઇને ST વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

એક રિપોર્ટ અનુસાર રાજ્યના મહેસાણા, પાલનપુર, ભુજ, હિંમતનગર, અમદાવાદ, નડીયાદ, ગોધરા, ભરૂચ, સુરત, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર અને અમરેલી ડેપો મથકથી 600 જેટલી એક્સ્ટ્રા બસો ST વિભાગ દ્વારા દોડાવવામાં આવશે. આ ઉપરાંત લોકોને વધારે ચાલીને ન જવું પડે તે માટે યજ્ઞશાળાની બહાર ત્રણ જેટલા ST બૂથ ઉભા કરવામાં આવ્યા છે અને આ ત્રણેય બૂથ પરથી કઈ બસ ક્યારે ઉપડશે અને આવશે તેનું સતત એનાઉન્સ કરવામાં આવશે.

આ ત્રણેય બૂથ પરથી અલગ-અલગ રૂટની બસો લોકોને મળી રહેશે. લોકોની ભીડને ધ્યાનમાં લઇને ત્રણેય બૂથ પર અલગ-અલગ રૂટની બસ રાખવામાં આવી છે. જેમ બૂથ નંબર 1 પરથી સાબરકાંઠા, ગાંધીનગર, ગોધરા અને વિસનગર જવા-આવતા માટે બસ મળશે. બૂથ નંબર 2 પરથી વડનગર, સતલાસણ, ખેરાલુની સાથે-સાથે બનાસકાંઠા જિલ્લાની, પાટણ જિલ્લાની અને કચ્છ જિલ્લાની બસ લોકોને મળશે. બૂથ નંબર 3 પરથી મહેસાણા, બેચરાજી, કડી, કલોલ, અમદાવાદ, ખેડા, નડીયાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની બસ મળી રહેશે.

ત્રણેય બૂથ પર લોકોને પીવ માટે પાણીની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ એક્સ્ટ્રા બસ સેવા ઉપરાંત રેગ્યુલર બસો તો શરૂ જ રહેશે. આ ઉપરાંત દર 15 મિનિટે લોકોને બસ મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp