VIDEO: ઊંઝા ટ્રસ્ટના માણસોએ વિરોધ કરી રહેલા પાટીદારો સાથે દાદાગીરી કરી

PC: youtube.com

મહેસાણાના ઊંઝામાં 18થી 22 ડિસેમ્બરના રોજ ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞમાં લાખો લોકોની ભીડ ઉમટવાની છે. મહાયજ્ઞ માટે ઊંઝાના ઐઠોર રોડ પર 700 વીઘા જમીનમાં વિશાળ ઉમાનગર તૈયાર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ આ ધાર્મિક કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓને પણ હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવતા પાટીદારો અમિત શાહનો વિરોધ કરી રહ્યા છે.

અમિત શાહને બોલાવવામાં આવતા થોડા દિવસો પહેલા સહીદ પરિવારના સભ્યોએ મંદિરની ઓફીસમાં જઈને વિરોધ નોંધાવ્યો હતો. તે સમયે પણ સહીદ પરિવારના સભ્યોને મંદિરની ઓફીસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ કેટલાક પાટીદારોએ મંદિર પરિસરમાં બેનરો લગાવીને આ મહાયજ્ઞ કાર્યક્રમમાં અમિત શાહને ન બોલાવવાની માંગણી કરતા ધરણા કર્યા હતા. આ ધરણા દરમિયાન મંદિર ટ્રસ્ટના કેટલાક લોકોએ વિરોધ કરી રહેલા લોકોના બેનરો ફાળી નાંખ્યા હતા અને એનકેન શબ્દો કહ્યા હતા. વિરોધ કરી રહેલા લોકોને સમજાવવાના બદલે તેમની સાથે મંદિર ટ્રસ્ટના લોકોએ દાદાગીરી પણ કરી હતી.

મંદિર ટ્રસ્ટના લોકોની દાદાગીરી એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરવાનો પ્રયાસ કરતા મંદિરના ટ્રસ્ટના લોકોએ વીડિયો ઉતારી રહેલા વ્યક્તિના હાથમાંથી મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત બીજી તરફ કોંગ્રસનો નેતા હાર્દિક પટેલ પણ મહાયજ્ઞને લઇને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી ભાજપ વિરોધી પોસ્ટ અપલોડ કરતો રહે છે, ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં થઈ રહેલી રાજનીતિને જોઈને એવો સવાલ થઇ રહ્યો છે કે, શું ખરેખર માં ઉમીયાનો મહાયજ્ઞ શાંતિથી પૂર્ણ થશે ખરો?

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp