અરવલ્લીમાં એક કોન્સ્ટેબલ બે લાખ રૂપિયાની લાંચ લઇ ACBના છટકામાંથી ભાગી ગયો

PC: dnaindia.com

જનતાના રક્ષકો જ જનતાના ભક્ષકો બની જાય તો કોને કહેવું. જે પોલીસનું કામ જનતાનું રક્ષણ કરવાનું છે, એ પોલીસના જ કેટલાક કર્મચારીઓ જનતાને અલગ અલગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને જનતા પાસેથી પૈસાની ખંખેરે છે. મોડાસામાં પણ એક પોલીસ કોન્સ્ટેબલે એક વ્યક્તિ ધમકી આપીને બે લાખ રૂપિયા પડાવ્યા હતા અને આ બાબતે ACBએ કોન્સ્ટેબલને પકડવા માટે છટકું ગોઠવતા કોન્સ્ટેબલ ACBને ચકમો આપીને વ્યક્તિ પાસેથી બે લાખ રૂપિયા લઇને પોતાની કારમાં બેસી ભાગી ગયો હતો.

મોડાસામાં LIB શાખામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો ભરતસિંહ ઝાલા એક વ્યક્તિને ધમકી આપતો હતો કે, તમારું નામ વારંવાર ખાતામાં આવે છે, જેથી તમારે બે લાખ રૂપિયા આપવા પડશે. વ્યક્તિ કોન્સ્ટેબલની આ પ્રકારની ધમકીઓથી ડરી ગયો હતો અને કોન્સ્ટેબલને બે લાખ રૂપિયા માટે તૈયાર થયો હતો પરંતુ વ્યક્તિએ કોન્ટેબલને પાઠ ભણાવવા માટે ગાંધીનગર ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ તે વ્યક્તિ સાથે મળીને કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલાને લાંચ લેતા રંગેહાથે પકડવા માટે એક છટકું ગોઠવ્યું હતું.

ભરતસિંહ ઝાલાએ વ્યક્તિને પૈસા આપવા માટે મોડાસાના જીવણપુર નજીક એક સ્થળ પર બોલાવ્યો હતો. વ્યક્તિ જ્યારે પૈસા બે લાખ રૂપિયા લઇને જેતે સ્થળ પર ગયો ત્યારે કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલાએ તે વ્યક્તિને પોતાની કારમાં બેસાડ્યો અને પૈસા લીધા હતા. કોન્સ્ટેબલને આભાસ થયો કે, તે ACBની ટ્રેપમાં ફસાઈ ગયો છે તેથી તેને પોતાની કાર ભગાવી હતી અને તે ACBના છટકામાંથી ભાગી ગયો હતો. કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલાએ થોડી વાર પછી કારમાં બેસેલા વ્યક્તિને જીવણપુર-બોલુંદરા રસ્તા પર આવતી મેશ્વોનદી નજીક કારમાંથી ઉતારી દીધો હતો અને પોતે કાર લઇને ફરાર થઇ ગયો હતો. ACBએ કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલાને પકડવા માટે ઠેર-ઠેર નાકાબંધી પણ કરી હતી પરંતુ કોન્સ્ટેબલ ભાગવામાં સફળ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp