હાર્દિક પટેલની વિરમગામ નજીકથી ધરપકડ
સેશન્સ કોર્ટમાં ગેરહાજર રહેલા હાર્દિક પટેલને મોટો ઝટકા લાગ્યો છે. કોર્ટે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યા બાદ પોલીસે આજે રાત્રે આઠ વાગ્યાની આસપાસ હાંસલપુરથી ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજદ્રોહના કેસમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને કોર્ટમાં હાજર રહેવા ફરમાન પાઠવવામાં આવ્યું હતું પરંતુ હાર્દિક પટેલ ગેરહાજર રહેતા કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પાડ્યું હતું.
Congress leader Hardik Patel has been arrested near Viramgam (Ahmedabad district ) after a non-bailable warrant was issued against him in connection with a sedition case today. pic.twitter.com/YcP4GNsYxc
— ANI (@ANI) January 18, 2020
અમદાવાદ સેશન કોર્ટમાં ચાલી રહેલા રાજદ્રોહના કેસમાં વારંવાર ગેરહાજર રહ્યા બાદ કોર્ટ દ્વારા સખત પગલા લેવામાં આવ્યા હતા અને તેમના વકીલને કહેવામાં આવ્યું હતું કે જો હાર્દિક હાજર નહીં રહે તો કોર્ટ સખત પગલા લેશે. હાંસલપુરથી ધરપકડ કરાયેલા હાર્દિકને રાત્રે હવે જેલમાં રહેવું પડશે અને આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp