સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ટૂંક સમયમાં ડાયરેક્ટ ટ્રેનથી પહોંચી શકાશે

PC: assettype.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ સાથે ગુજરાતમાં રેલવે સેવા વિસ્તૃતિકરણ અને રેલવે દ્વારા ગુજરાતમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ માટે અમદાવાદમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતને લગતા રેલવેના મહત્વના પ્રશ્નોની ચર્ચામાં ખાસ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જે વિશ્વનું પ્રવાસન કેન્દ્ર બન્યું છે, ત્યાં દેશ-વિદેશ પ્રવાસીઓને રેલ માર્ગે પહોંચવા માટે કનેક્ટિવિટી મળી રહે તે હેતુસર હાથ ધરાઇ રહેલા કેવડિયા-વડોદરા રેલવે લાઇનના કામની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રીને જણાવ્યું કે આ રેલવે લાઇન માટેની જમીન સંપાદનની કામગીરી પૂરી કરવામાં આવી છે તથા કેવડિયામાં રેલવે સ્ટેશનનું કામ પણ પૂરઝડપે હાથ ધરાઇ જશે. કેન્દ્રીય મંત્રી સાથે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ભારત સરકારના સહયોગથી રેલવે સ્ટેશન પર ફાઇવ સ્ટાર હોટલ અને ગાંધીનગર રેલવે સ્ટેશનના આધુનિકીકરણની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા પણ કરી હતી.

તેમણે ગુજરાતમાં રેલવે દ્વારા ગેજ કન્વર્ઝન અને ડબલિંગ ઓફ રેલવે લાઇનના ચાલતા કાર્યો અંગે પણ રેલવે મંત્રી સાથે લંબાણપૂર્વક ચર્ચાઓ કરી હતી.

મુખ્યમંત્રીએ પીયૂષ ગોયલને જણાવ્યું કે કટોસણ-બેચરાજી રેલવે લાઇનનું કામ રેલવે અને ગુજરાત સરકારની કંપની જી-રાઇડ દ્વારા સંયુક્તપણે ટૂંક સમયમાં શરૂ થવાનું છે. રૂ. 266 કરોડના વર્ક ઓર્ડર આ હેતુસર અપાઈ ગયા છે. તેમણે ઉમેર્યું કે મારૂતિ મોટર્સ દ્વારા ઉત્પાદિત થનારી મોટરકારના ટ્રાન્સપોર્ટેશન અને અન્ય આનુષાંગિક ઉદ્યોગો તથા એમએસએમઇ, બેચરાજી અને આસપાસની જીઆઇડીસીને પણ આ રેલવે લાઇન શરૂ થતા મહત્તમ લાભ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp