મોડાસા યુવતીના કેસમાં PI ચાવડા સસ્પેન્ડ, DGPએ તપાસ CID ક્રાઈમને આપી

PC: Youtube.com

અરવલ્લીના મોડાસામાં યુવતીના અપમૃત્યુ કેસમાં હવે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા મોડાસાના PI એન.કે.રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધવામાં મોડું કર્યું હોવાથી રાજ્ય પોલીસવડા દ્વારા PIને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત એવી પણ માહિતી મળી રહી છે કે, પીડિતાના પરિવારને તાકીદે ન્યાય મળે તે માટે સીનીયર અધિકારીઓને SITની પણ રચન કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર યુવતીના અપહરણ બાદ પરિવારજનો મોડાસા પોલીસ સ્ટેશનમાં તારીખ 3 જાન્યુઆરીના રોજ ફરિયાદ આપતા PI રબારીએ યુવતીના પરિવારજનોએ યુવતીએ સમાજના છોકરાની સાથે લગ્ન કરી લીધા હોવાનું કહ્યું અને જ્યારે બીજા દિવસે પરિવારજનો પોલીસને મળવા ગયા ત્યારે પણ PIએ આજ રટણ કર્યું હતું. પરિવારજનોએ બે દિવસ PIની વાત પર વિશ્વાસ કરતા પરિવારના સભ્યોને દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે. યુવતીના મોત પછી પરિવારજનોએ PI રબારી સામે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની માંગણી કરી હતી.

PI રબારીને સસ્પેન્ડ કરવાની માગ રાજ્યસભાના સાંસદ મધુસુદન મિસ્ત્રી અને સાંસદ કિરીટ સોલંકીએ કરતા જિલ્લા પોલીસવડા મયુર પાટીલ PI રબારીની ઇસરીમાં બદલી કરી હતી, જેથી જિલ્લા પોલીસવડા પર PI ચાવડાને છાવરવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મામલે રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાને માહિતી મળતા તેમના દ્વારા PI એન.કે.રબારીને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હતા. જેથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મહત્ત્વની વાત એ છે કે, ત્રણ આરોપીઓ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા ત્યારે પોલીસ તેમની ધરપકડ કરી હતી અને અન્ય એક આરોપી સતીશ ભરવાડને પકડવા માટે પોલીસે બે ટીમ બનાવી હોવા છતાં પણ સતીશ પોલીસ પકડથી દૂર છે. જેથી ક્યાંકને ક્યાંક પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

આ કેસમાં યુવતીના અપમૃત્યુની અને પોલીસની બેદરકારીની તપાસ CID ક્રાઈમના DIG ગૌતમ પરમારના નેતૃત્વમાં SP વીરેન્દ્ર યાદવ, DySP અશ્વિન પટેલને સોંપવામાં આવી હોવાની પણ માહિતી મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp