ગુજરાતમાં આજે નવા 687 કેસ, અમદાવાદ-સુરતમાં સરખા કેસ આવ્યા, જુઓ આંકડાઓ

PC: khabarchhe.com

ગુજરાતમાં આજે 687 નવા કેસો સામે આવ્યા છે અને 18 લોકોના મરણ થયા છે, જ્યારે 340 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા કેસોની સંખ્યાના સમાવેશ સાથે ગુજરાતમાં 34686 કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા થઇ ગઇ છે. જેમાં 61 લોકો વેન્ટીલેટર પર છે, જ્યારે 7778 સ્ટેબલ છે. 24941 દર્દીઓને અત્યારસુધીમાં ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 1906 લોકોના મોત થયા છે.

આજે 18 લોકોના મોત થયા છે, જેમાંથી 10 લોકો અમદાવાદના છે, જ્યારે  સુરતમાં 5 લોકોના નિધન થયા છે. ખેડામાં 2 નિધન થયા છે, પંચમહાલમાં 1 વ્યક્તિનું નિધન થયું છે. ગુજરાત સરકારે અત્યારસુધીમાં 395873 ટેસ્ટ કર્યા છે. હાલમાં ગુજરાતમાં કુલ 256027 લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે, જેમાંથી 252976 લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે, 3041 સરકારી ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન હેઠળ છે. નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ અને સુરતમાં આજે એકસરખા કેસ સામે આવ્યા છે. બંને જિલ્લામાં 204 પોઝિટિવ નવા કેસો આવ્યા છે.

આજની નવા કેસોની જિલ્લાવાઇઝ વિગત...

સુરત 204 કેસ

અમદાવાદ 204 કેસ

વડોદરા 62 કેસ

જૂનાગઢ 26 કેસ

જામનગર  13 કેસ

ભાવનગર 21 કેસ

ગાંધીનગર 16 કેસ

રાજકોટ 10 કેસ

ખેડા 14 કેસ

સુરેન્દ્રનગર 14 કેસ

ભરૂચ 13 કેસ

પંચમહાલ 13 કેસ

પાટણ 11 કેસ

આણંદ 9 કેસ

બનાસકાંઠા 8 કેસ

મહીસાગર 7 કેસ

વલસાડ 6 કેસ

નવસારી 6 કેસ

મહેસાણા 5 કેસ

સાબરકાંઠા 5 કેસ

કચ્છ 5 કેસ

નર્મદા 3 કેસ

તાપી 3 કેસ

બોટાદ 2 કેસ

મોરબી 2 કેસ

અરવલ્લી 1 કેસ

ગીર સોમનાથ 1 કેસ

દાહોદ 1 કેસ

દેવભૂમિ દ્વારકા 1 કેસ

પોરબંદર 1 કેસ

દેશની વાત કરીએ તો 3 જુલાઈ સવારે 8 કલાક સુધીના રિપોર્ટ મુજબ દેશમાં નવા 20903 કેસ સામે આવ્યા છે, જેની સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 625544 પર પહોંચી ગઈ છે અને અત્યારસુધીમાં દેશમાં 18213 લોકોના મોત થયા છે. જ્યારે 227439 એક્ટિવ કેસ છે અને 379892 સાજા થયા છે. આજે 20032 લોકો સાજા થયા છે. આજે 379 લોકોના મોત થયા છે. કુલ ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 241576 ટેસ્ટ થયા છે અને અત્યારસુધીમાં કુલ 9297749 ટેસ્ટ થયા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 186626 કન્ફર્મ કેસ છે, જ્યારે ત્યારબાદ તામિલનાડુમાં 98392 કેસ છે. દિલ્હીમાં પણ 92175 કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 8178 મોત થયા છે, જ્યારે તામિલનાડુમાં 1321 અને દિલ્હીમાં 2864 મોત થયા છે. મહારાષ્ટ્રમાં આજે 6328 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે તામિલનાડુમાં 4343 અને દિલ્હીમાં 2373 કેસ નવા સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 101172 લોકો રિકવર થઇ ગયા છે, જ્યારે તામિલનાડુમાં 56021 અને દિલ્હીમાં 63007 લોકો રિકવર થઇ ગયા છે. એક્ટિવ કેસોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 77276 એક્ટિવ કેસ છે, જ્યારે તામિલનાડુમાં 41050 અને દિલ્હીમાં 26304 એક્ટિવ કેસ છે.

જ્યારે વિશ્વની વાત કરીએ તો કુલ 10,719,946 પોઝિટિવ કેસો દુનિયામાં આવી ગયા છે અને 517,337 લોકોના મોત થયા છે. આજે દુનિયાભરમાં 186,167 નવા કેસ સામે આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp