ગુજરાતના આ હાઇ-વે પર જતા પહેલા આ વાંચી લો, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

PC: youtube.com

રાજસ્થાનમાં શિક્ષક ભરતીને લઈને યુવકો આંદોલન કરી રહ્યા છે. ત્યારે હવે શિક્ષક ભરતી મામલાનો વિરોધ ગુજરાતમાં પણ જોવા મળ્યો છે અને હવે ગુજરાતના યુવકો પણ આક્રમક અને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આ કહેવાનું કારણ એ છે કે, કોરોનાની મહામારી વચ્ચે લોકોને સામાજિક અંતર જાળવવાનું કહેવામાં આવે છે પરંતુ શિક્ષક ભરતી મુદ્દે ગત મોડી રાત્રે શામળાજી હાઇ-વે પર હજારો લોકોના ટોળા વિરોધ પર ઉતરી આવ્યા હતા.

શામળાજી હાઇ-વે પર મોટી સંખ્યામાં લોકો વિરોધ પર ઉતાર્યા હોવાની જાણ અરવલ્લી પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે ટોળાંને વધારે હિંસા કરતા અટકાવ્યા હતા. જેના કારણે તકેદારીના ભાગરૂપે હાલ શામળાજીથી ઉદયપુર નેશનલ હાઈ-વે બંધ કરી દેવામાં આવ્યો છે.

મહત્ત્વની વાત એ છે કે, વિરોધ દરમિયાન ડુંગરપુર પાસે વિરોધ કરી રહેલા લોકો દ્વારા આગચાંપી કરવાની ઘટનાઓ પણ સામે આવી હતી. આ સમગ્ર મામલે શામળાજી પોલીસે તાત્કાલિક એક્શન લઈને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ઉદયપુર જતા વાહનોને ભિલોડાથી અંબાજી અને આબુરોડ પર ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા અને શામળાજી ઉદયપુર નેશનલ હાઇ-વે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. રાજસ્થાનમાં શિક્ષણ ભરતી અનામતની માંગને લઈને ચાલી રહેલા આંદોલનને ઉત્તર ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓએ પણ સમર્થન આપ્યું છે અને જેના કારણે જ મોડી રાત્રે શામળાજી હાઇ-વે પર હજારો લોકો ટોળું વિરોધ પર ઉતરી આવ્યુ હતું.

રાજસ્થાનમાં શિક્ષણ ભરતી મુદ્દે 10થી 12 દિવસ છે ચાલી રહેલા આંદોલનની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે અને જેના કારણે ગત રાત્રીના હજારો લોકોના ટોળાએ વાહનો પર પથ્થરમારો કરીને ચારથી વધુ ગાડીઓ સળગાવી હતી પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં ટોળાંને વધુ હિંસા કરતાં અટકાવ્યું હતું. એવી પણ માહિતી મળી રહી છે કે, આંદોલનકારીઓએ રાજસ્થાન નેશનલ હાઇવે નંબર 8 મોટા પ્રમાણમાં તોડફોડ કરી હતી અને પોલીસના વાહનોમાં પણ આગચાંપી કરવામાં આવી હતી.

મહત્ત્વની વાત છે કે, રાજસ્થાનમાં શિક્ષક ભરતી 2018માં સામાન્ય વર્ગની ખાલી પડેલી 1169 બેઠકો માટે ST વર્ગના વિદ્યાર્થીઓ આ બેઠકો ભરવાની માંગ કરી રહ્યા છે અને તમામ વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકો છેલ્લા 18 દિવસથી ભુવાલી ગામના કાંકરી ડુંગળી પર વિરોધ નોંધાવી રહ્યા છે. ગઈકાલે સાંજે આંદોલનકારીઓએ હાઇ-વે જામ કરતા તાત્કાલિક રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ધારાસભ્યોની સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp