હું ઇશ્વરની સંતાન છું, બધા તહેવારો ઉજવું છું. હું ખુશ છું: નુસરત

PC: twitter.com/navbharattimes

પશ્ચિમ બંગાળથી તાજેતરની લોકસભા ચૂંટણીમાં જીતીને સાંસદ બનેલી અભિનેત્રી નુસરત જહાં ફરીએકવાર ચર્ચામાં આવી ગઈ છે. હિન્દુ તહેવારોમાં તેની હાજરીથી ઘણા લોકોને પેટમાં દૂખે છે અને નુસરતના ઝાટકણી કાઢે છે, પરંતુ તાજેતરમાં જ નુસરતે આપેલા નિવેદન પરથી સ્પષ્ટ છે કે, તેને આ કોઇ ચર્ચાનો ફરક પડતો નથી. હાલમાં TMC સાંસદ નુસરત જહાંએ દુર્ગા પંડાળમાં પોતાના પતિ નિખિલ જૈન સાથે સિંદૂર ખેલામાં ભાગ લીધો હતો. તેણે કહ્યું હતું કે, હું ઇશ્વરની ખાસ સંતાન છું. હું તમામ તહેવારો ઉજવું છું. હું ખુશ છું. વિવાદોથી મને ફરક નથી પડતો.

નુસરતે મૌલાનાને આપી સલાહ- ચિલ્લ કરો, હેપ્પી દુર્ગા પૂજાની ઉજવણી કરો

TMC સાંસદ નુસરત જહાં દુર્ગા પૂજામાં ડાંસ અને પાઠ-પૂજા પછી મૌલાનાઓના નિશાના પર છે. દારુલ ઉલૂમ દેવબંદથી જોડાયેલા મુફ્તી અસદ કાસમીએ નુસરતના પૂજામાં સામેલ થવા પર વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે તેને પાપ ગણાવ્યું છે. તેણે પોતાનું નામ અને ધર્મ બદલી નાખવો જોઈએ. તો બીજી બાજુ નુસરત જહાં મૌલાનાને સલાહ આપી છે. તેણે કહ્યું, જ્યારે મારે નામ બદલવું હશે હું બદલી નાખીશ. અને કોઈને પૂછીશ પણ નહિ.

મુફ્તી અસદ કાસમીએ કહ્યું, તે હિંદુ દેવી-દેવતાની પૂજા કરી રહી છે. જ્યારે ઈસ્લામમાં મુસલમાનોને માત્ર અલ્લાહની ઈબાદત કરવાની હોય છે. તેણે જે કર્યું તે પાપ છે. ઈસ્લામમાં આવા લોકોની જરૂરત નથી. તેણે પોતાનું નામ અને ધર્મ બદલી નાખવો જોઈએ. ઈસ્લામમાં એવા લોકોની જરૂર નથી જે મુસ્લિમ નામ રાખે અને મુસલમાનોને બદનામ કરે.

આ મામલે નુસરત જહાંએ કહ્યું, જેમણે મને નામ નથી આપ્યું તેઓ મારુ નામ બદલવાની વાત કેમ કરી રહ્યા છે. મારુ નામ મને મારા માતા-પિતા પાસેથી મળ્યું છે. જેનું મારા જીવન સાથે કોઈ લેવા-દેવા નથી તે આ રીતની વાત ન કરે તે સારુ રહેશે. કોઈ કાંઈ પણ બોલે મને ફર્ક નથી પડતો. નામ બદલવું હશે તો પોતે જ બદલી નાખીશ. પૂજા કરવાથી મને ખુશી મળે છે. તમે પણ ચિલ્લ કરો, હેપ્પી દુર્ગા પૂજાની ઉજવણી કરો.

બંગાળી સિનેમાની અભિનેત્રી નુસરત ફરી એકવાર ચર્ચામાં ત્યારે આવી જ્યારે તેણે રવિવારે પોતાના પતિ નિખિલ જૈન અને પરિવારના અન્ય સભ્યો સાથે દુર્ગા પંડાલમાં માં દુર્ગાના દર્શન કર્યા.

સાસંદની દુર્ગા પૂજામાં ડાંસ કરવાની ટીકા કરવામાં આવી રહી છે. બશીરહાટથી પહેલીવાર સાંસદ બનેલી જહાં લગ્ન પછી મંગળસૂત્ર અને સિંદૂર લગાવે છે. તેણે આ વર્ષે જ ઉદ્યોગપતિ નિખિલ જૈન જોડે લગ્ન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp