ઘરમાં રાખ્યું હતું પૂત્રવધુનું શવ, ગ્રામીણોએ સસરાને બનાવી દીધા નિર્વિરોધ સરપંચ

PC: oneindia.com

રાજસ્થાનમાં હાલમાં પંચાયતની ચૂંટણી થઇ રહી છે. 3 ઓક્ટોબરના રોજ મતદાન થશે. રાજસ્થાન પંચાયત ચૂંટણી 2020માં નામાંકન વાપસીના દિવસે એક નોખો કેસ સામે આવ્યો છે. જોધપુર જિલ્લાના ભોપાલગઢના છાપલા ગ્રામ પંચાયતના એક ઘરના આંગણામાં પૂત્રવધુનું શવ હતું અને ગ્રામીઓએ સાથે મળીને સસરાને નિર્વિરોધ સરપંચ માટે પસંદ કરી લીધા.

પહેલાવાર અહીં થઇ રહી છે સરપંચ ચૂંટણી

થયું એવું કે ભોપાલગઢ પંચાયત સમિતિની ગ્રામ પંચાયત રજલાનીના રાજસ્વ ગામ છાપલાને નવી ગ્રામ પંચાયત બનાવવામાં આવી છે. રાજસ્થાન પંચાયત ચૂંટણી 2020માં અહીં પહેલીવાર ચૂંટણી થઇ રહી છે. અનુસૂચિત જાતિના માટે આરક્ષિત છાપલા ગ્રામ પંચાયતથી સીતારામ મેહતર, હાથીરામ મેઘવાલ અને દીનારામ મેઘવાલે બુધવારે પરચો ભર્યો. ગુરુવારે ત્યાં નામ વાપસીનો દિવસ હતો.

દીકરાને સાપ ડંખી ગયો

તો બીજી તરફ સરપંચ પદ માટેના ઉમેદવાર સીતારામના પુત્ર રામચંદ્રને પાછલા દિવસોમાં એક ઝેરીલા સાપે ડંખ મારી દીધો હતો અને તેની અઠવાડિયાથી અજમેરની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પતિની સ્થિતિ જોઇ સદમામાં આવેલી રામચંદ્રની પત્ની અને સરપંચ ઉમેદવાર સીતારામની પુત્રવધૂ પુટૂડીનું બુધવારે મોડી રાતે અચાનક મૃત્યુ થઇ ગયું.

ગ્રામીણોએ સર્વ સંમતિથી લીધો નિર્ણય

તેની વચ્ચે ગુરુવારે સરપંચ ચૂંટણી માટે નામ વાપસીનો દિવસ હતો અને ઉમેદવાર સીતારમ મેહતરની ગેરહાજરીમાં ગામના લોકોએ સર્વ સંમતિથી સીતારામ મેહતરને જ વિરોધ વિના સરપંચ માટે ચૂંટવાનો નિર્ણય લઇ લીધો. જેના પર સરપંચ પદના બે અન્ય ઉમેદવારો હાથીરામ અને દીનારામ મેઘવાલલે પોતાનું નામાંકન પત્ર પાછું ખેંચી લીધું.

25 લાખ રૂપિયા વિશેષ પ્રોત્સાહન રકમ

ત્યાર પછી સીતારામને વિરોધ વિના જ સરપંચ જાહેર કરી દેવામાં આવ્યા. સાથે જ વોર્ડ પંચ પણ વિરોધ વિના જ જાહેર કરી દેવામાં આવ્યા. ગામમાં પહેલીવાર થયેલા સરપંચ પદ માટેની ચૂંટણી કોઈપણ પ્રકારના વિરોધ વિના સંપન્ન થવા પર લોકોએ ખુશી ઉજવી, પણ સરપંચ સીતારામ તેમની ખુશીઓમાં સામેલ થઇ શક્યા નહીં. પુત્રવધૂના અંતિમ સંસ્કારમાં વ્યસ્ત સીતારામે સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો. સંપૂર્ણ ગ્રામ પંચાયતમાં વિરોધ વિના ચૂંટાવા પર 25 લાખ રૂપિયા વિશેષ પ્રોત્સાહન રકમ ગ્રામ પંચાયતને મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp