હાઈવે પર જતા ભૂખ્યા બાળકને ભોજન મળતા તે બોલ્યો- મા જમવાનું મળી ગયું, જુઓ Video

PC: ndtvimg.com

કોરોના વાયરસના કારણે ભારતમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ઘરે જ રહેવાનું કહ્યું છે. લોકડાઉનમાં લોકો મદદે પણ આવી રહ્યા છે. દેશની ઘણી મોટી હસ્તીઓ પ્રધાનમંત્રી રીલિફ ફંડમાં પૈસા ડોનેટ કરી રહ્યા છે. સામાન્ય નાગરિકો પણ જરૂરિયાતમંદ લોકોની મદદે સામે આવ્યા છે. લોકો ઘરની બહાર નીકળીને જરૂરિયાતમંદ લોકોને ભોજનની વ્યવસ્થા કરી આપી રહ્યા છે. એવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને તમારા ચહેરા પર સ્મિત આવી જશે.

ટિકટૉક વીડિયોમાં જોઈ શકાય છે કે બાઈક પર વ્યક્તિ નીકળે છે, ત્યારે તેમને રસ્તા પર એક નાની બાળકી દેખાઈ છે, જેના હાથમાં પાણીની બોટલ હોય છે. તે વ્યક્તિ બાળકીને ખાવાનું પેકેટ આપે છે તો બાળકી તેના ભાઈ માટે બીજું પેકેટ માગે છે. જ્યારે વ્યક્તિ આગળ જઈને તે બાળકને ભોજનનું પેકેટ આપે છે તો તે તરત લઈ લે છે અને આગળ જઈને માતાને બૂમો પાડીને કહે છે કે, મા આવી જા ખાવાનું મળી ગયું છે.

ટિકટૉક પર આ વીડિયો સિદ્ધુ તેલાવને નામના યૂઝરે શેર કર્યો છે. આ વીડિયોને 17 મિલિયન વ્યૂ મળ ચૂક્યા છે. સાથે જ 2.4 મિલિયન લાઈક્સ અને 44 હજારથી વધારે કમેન્ટ આવી ચૂકી છે.

@siddhutelavane

ओ आईओऽऽऽ खाना दे दिओऽऽऽ ❤️ ##mumbainasikexpressway ##corona ##LifebuoyKarona ##coronavirus ##tiktok

♬ original sound - Siddhu Telavane

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 77 લોકોના મોત થયા છે. તેની સાથે જ સંક્રમિતોની સંખ્યા 3000થી વધુ થઇ ગઈ છે. તો કોરોના સંક્રમણથી 266 લોકો સાજા થયા છે, જે એક રાહતની વાત છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. કોરોના વાયરસની સામે લડવા દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp