ટાટા ગ્રુપે 7 સ્ટાર હોટેલને કોરોનાથી લડી રહેલા સ્વાસ્થ્યકર્મીઓ માટે ફ્રીમાં ખોલી

PC: youtube.com

આજે આખુ વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. દુનિયામાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 10 લાખથી વધી ગઈ છે એને 60 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં જોવા જઈએ તો કોરોના સંક્રમિતોની સંખ્યા 3 હજારથી વધી ગઈ છે અને 70થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. એવામાંં કોરોના વાયરસની સામે કામ કરી રહેલા સ્વાસ્થ્યકર્મીઓને માલિકો તેમજ પાડોશીઓ દ્વારા અપમાનિત કરવાની ઘટના સામે આવી રહી છે ત્યારે ટાટા ગ્રુપે કોરોના વાયરસ સામે લડી રહેલા સ્વાસ્થ્યકર્મીઓને તાજ મહેલ હોટલમાં ફ્રીમાં રૂમ આપ્યા છે.

મુંબઈ સ્થિત ટાટા ગ્રુપ ફર્મની પ્રતિષ્ઠિત તાજ મહેલ હોટલમાં કોરોના વાયરસની મહામારી સામે લડી રહેલા સ્વાસ્થ્યકર્મીઓને ફ્રીમાં રહેવાની જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશના નોએડામાં પણ સ્વાસ્થ્યકર્મીયોને કંપની દ્વારા આ સુવિધા આપવામાં આવી રહી છે. કંપની દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, આ કઠિન સમયમાં અમને અમારી જવાબદારીઓ ખબર છે. સમાજ પ્રત્યે અમારી પ્રતિબદ્વતાને લઈને અમે મેડિકલકર્મીઓને રૂમ આપી રહ્યા છીએ.

મેડિકલકર્મીઓને ટાટા ગ્રુપની 7 હોટલો તાજ મહેલ પેલેસ, તાજ લેન્ડ્સ એન્ડ તાજ સેન્ટાક્રૂઝ, ધ પ્રેસિડેન્ટ, જિન્જર SIDC અંધેરી, જિન્જર મડગામ અને જિન્જર નોએડામાં આ રૂમ અપાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સ્વાસ્થ્યકર્મીઓ સાથે પાડોશીયો અને મકાન માલિકો દ્વારા દૂર્વ્યવહારની ઘટનાઓ સામે આવ્યા બાદ ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ આ નિર્ણય લીધો છે. હવે સોશિયલ મીડિયામાં આ નિર્ણયની ખુબ જ પ્રશંસા થઈ રહી છે. ટાટા ગ્રુપે કોરોના વાયરસની લડાઈમાં 500 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યુ છે. એટલુ જ નહીં 1000 કરોડ રૂપિયાની વધારાની સહાયતા પણ આ ગ્રુપ આપી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp