ભારતમાં બધાના પૂર્વજ હિન્દૂ, આ હિન્દૂઓનો દેશ છેઃ મોહન ભાગવત

PC: newindianexpress.com

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સુપ્રીમો મોહન ભાગવતે ફરી એકવખત હિન્દુત્વનો રાગ છેડ્યો છે. મોહન ભાગવતે કહ્યું હતું કે, ભારતમાં તમામ લોકોના પૂર્વજ હિન્દુ હતા અને ભારત એક હિન્દુ દેશ છે. જ્યાં સુધી આપણી પાસે તાકાત હશે ત્યાં સુધી આપણે સૌ શાંતિના રસ્તા પર ચાલીશું. જે દેશને મહાશક્તિશાળી કહેવાય છે તેમણે શું કર્યું? તેઓ બીજાની જમીન હડપ કરી લે છે. એ દેશ માનવાધિકારનું ઉલંઘન કરતા નથી. પણ એમને કોઈ કંઈ કહેતું નથી કારણ કે તેઓ મહાશક્તિશાળી છે.

ભાગવતે ઉમેર્યું હતું કે, સંઘના કાર્યોને ત્યાં સુધી સમજી શકાય એમ નથી જ્યાં સુઘી સંઘને સમજવામાં ન આવે. અમે કોઈ ચૂંટણીના પરિણામ માટે કામ કરતા નથી. અમે તો દેશ બનાવવા માટે કામ કરીએ છીએ. અમે કોઈનો આભાર વ્યક્તની આશા રાખ્યા વગર પોતાનું કામ કરી રહ્યા છીએ. આપણે દેશને મોટો બનાવવાનો છે. એ માટે અમારે કંઈ જોઈતું નથી અને અમે એ માટે કંઈ લેવાની ઈચ્છા પણ નથી. મોહન ભાગવત પોતાની ચાર દિવયસીય મુરાદાબાદની મુલાકાતે આવ્યા છે. તેઓ ગત બુધવારે સાંજે ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મેરઠ, વ્રજ અને ઉત્તરાખંડ ક્ષેત્રના વરિષ્ઠ પદાધિકારીઓની બેઠકમાં પણ ભાગ લીધો હતો.

તમામ રાજ્યમાં સંધના કાર્યક્રમોની સમિક્ષા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગવતે પ્રચારકોને હિન્દુઓને એક તાંતણે પોરવવાનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત હિન્દુઓ પોતાના હિન્દુ હોવા પર ગર્વ કરે એ વાત કહી હતી. પ્રચારકો એ રીતે કામ કરે કે, જેથી શ્રીમંત, ગરીબ તેમજ અન્ય જાતિના લોકો ભેદભાદ ભૂલીને હિન્દુ હોવા પર ગર્વ કરે. આવા ભેદભાવને દૂર કરવા માટે પ્રચારકોએ પોતાના ઘરેથી તેની શરૂઆત કરવી પડશે. ઘરની કામવાળીથી લઈને રસ્તો સાફ કરતા કર્મી સુધી તમામને એક તાંતણે જોડો. સંઘ પ્રમુખે ઉમેર્યું કે, સમાજમાં દરેક વ્યક્તિ જુદુ જુદુ કામ કરે છે. જુદી જાતિમાંથી આવે છે. પણ બધા પહેલા એ એક હિન્દુ વ્યક્તિ છે. એક વખત એ તમામ વ્યક્તિને મળો અને એમની સમસ્યાઓ પર સંવેદનશીલ બનીને ઉકેલ લાવો. આ ઉપરાંત જુદા જુદા રાજ્યના સંઘના કાર્યકરોના કાર્યક્રમની પણ તેઓ સમિક્ષા કરશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp