1 જાન્યુઆરીથી બદલાઈ રહ્યા છે ચેકથી પેમેન્ટ કરવાનો નિયમ, RBIએ કર્યો આ બદલાવ

PC: zeenews.com

આવતા વર્ષની શરૂઆતથી ચેકથી પેમેન્ટ કરવાના નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ આ અંગે નોટિફિકેશન જાહેર કરી દીધુ છે. એવામાં લોકોએ 50 હજાર રૂપિયા કરતા વધુના પેમેન્ટ પર આ નિયમોનું પાલન કરવું પડશે. જોકે, તે સંપૂર્ણરીતે સ્વૈચ્છિક હશે. કેન્દ્રીય બેંકે ચેક પેમેન્ટમાં થનારા ફ્રોડને અટકાવવા માટે આ પગલું ઉઠાવ્યું છે.

RBI દ્વારા 50000 રૂપિયા અથવા તેના કરતા વધુના ચેક પેમેન્ટ પર નવી સિસ્ટમ લાગૂ કરવામાં આવી છે. આ નવી સિસ્ટમને પોઝિટિવ પે કહેવામાં આવશે. આ સિસ્ટમ અંતર્ગત ચેક આપતી વખતે તેના ગ્રાહક દ્વારા આપવામાં આવેલી જાણકારીના આધાર પર ચેકનું બેંકમાં પેમેન્ટ કરાવતા પહેલા ગ્રાહકનો સંપર્ક કરવામાં આવશે. આ નવા બદલાવમાં ગ્રાહકોની સાથે છેતરપિંડીને સમસ્યાને અટકાવી શકાશે. આ પોઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત લાભાર્થીને ચેક આપતા પહેલા તમારે ચેકનું વિવરણ, ચેકની સામેનો અને રિવર્સ સાઈડનો ફોટો બેંકની સાથે શેર કરવાનો રહેશે. ચેક ઈશ્યૂ કર્યા બાદ જ્યારે લાભાર્થી ચેકના ક્લિયરન્સ માટે બેંકમાં તેને જમા કરાવશે તો બેંક તે ચેક પોઝિટિવ પે દ્વારા ચેક આપનારા ખાતા ધારક દ્વારા આપવામાં આવેલી જાણકારી સાથે તેની સરખામણી કરશે. જ્યાં સુધી બંને જાણકારી મેળ ના ખાય ત્યાં સુધી તે ચેક ક્લીયર કરવામાં નહીં આવશે.

RBIએ કહ્યું છે કે, 1 જાન્યુઆરી, 2021થી પોઝિટિવ પે સિસ્ટમ લાગૂ કરશે. આ સિસ્ટમમાં 50 હજાર રૂપિયા કરતા વધુના પેમેન્ટ પર ફરીવારથી રિ-કન્ફર્મ કરવાનું રહેશે. આ સિસ્ટમ દ્વારા ચેકને SMS, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ અને ATM માટે જાહેર થઈ શકશે. તેના દ્વારા ચેકની તારીખ, પેમેન્ટ કરનારી વ્યક્તિનું નામ, પેયી અને રકમની ડિટેલ્સ આપવાની રહેશે. જોકે, આ બધી જ ડિટેલ્સ બેંક દ્વારા એકવાર ફરીથી ચેક કરવામાં આવશે. જો કોઈપણ પ્રકારની વિસંગતતા CTSમાં આવશે તો પછી તેમાં સુધારો કરવામાં આવશે.

RBIએ કહ્યું છે કે, બેંકોએ પોતાના ગ્રાહકોની વચ્ચે SMS એલર્ટ, શાખાઓમાં પ્રદર્શન, ATMની સાથોસાથ પોતાની વેબસાઈટ અને ઈન્ટરનેટ બેંકિંગના માધ્યમથી પોઝિટિવ પે સિસ્ટમ વિશે પર્યાપ્ત જાગૃતતા લાવવાની સલાહ આપવામાં આવે છે. RBIએ આગળ કહ્યું કે, માત્ર એ ચેક જે આ પ્રણાલીના નિર્દેશોને અનુરૂપ છે, સીટીએસ ગ્રિડમાં વિવાદ સમાધાન તંત્ર અંતર્ગત સ્વીકાર કરવામાં આવશે. જોકે, બેંક સીટીએસની બહાર જમા અને જમા કરવામાં આવેલા ચેકની સમાન વ્યવસ્થા લાગૂ કરવા માટે સ્વતંત્ર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp