PM મોદી અને શાહનો આભાર વ્યક્ત કરવા BJP મુખ્યાલય પહોંચ્યા પાકિસ્તાની શરણાર્થી

PC: ANI Twitter

ભારતમાં CAA લાગૂ કરવાથી ખુશ પાકિસ્તાનથી આવેલા શરણાર્થી PM નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કરવા માટે BJP મુખ્યાલય પહોંચ્યા છે. આ શરણાર્થી રાજધાની દિલ્હી અને હરિયાણાના વિવિધ ભાગોમાં રહે છે. જણાવી દઈએ કે, નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)નો ઉદ્દેશ્ય એ છ અલ્પસંખ્યક સમુદાયો- હિંદુઓ, પારસીઓ, શીખો, બૌદ્ધો, જૈનો અને ખ્રિસ્તાઓને નાગરિકતા પ્રદાન કરવાનો છે, જે મુસ્લિમ દેશો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક ઉત્પીડનનો સામનો કરીને 31 ડિસેમ્બર, 2014 અથવા તે પહેલ ભારત આવ્યા હતા.

CAAને લઈને આખા દેશમાં ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા વિપક્ષી દળો સતત આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી CAAના પક્ષમાં આખા દેશમાં રેલીઓ આયોજિત કરી રહી છે. દિલ્હીના શાહીન બાગમાં લાંબા સમયથી મહિલાઓ અને બાળકો સંશોધિત નાગરિકતા કાયદો (CAA)ને પાછો લેવાની માગને લઈને અનિશ્ચિતકાલીન પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, નાગરિકતા કાયદાનું પાલન રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) દ્વારા કરવામાં આવશે. તેને કારણે અલ્પસંખ્યકોમાં ડર છે કે, આ કાયદો સરકાર દ્વારા એ મુસ્લિમોને નિષ્કાસિત કરવા માટે બનાવવામાં આવ્યો છે, જેમની પાસે પર્યાપ્ત નાગરિકતા દસ્તાવેજો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp