6 મહિનાના કોરોના પોઝિટિવ બાળકને લઇને માતા હોસ્પિટલના ચક્કર કાપતી રહી

PC: youtube.com

દેશ કોરોના વાયરસની ઝપેટમાં છે. કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. સરકારી તંત્ર તેને પહોંચી વળવા ભરપૂર પ્રયત્ન કરી રહ્યું છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે સરકાર તરત જ એક્શન લઈ રહી છે પરંતુ મુંબઈના કલ્યાણની એક મહિલાને તેના 6 માસના કોરોના પોઝિટિવ દીકરાની સારવાર માટે કલાકો હોસ્પિટલોની ચક્કર લગાવવા પડ્યા. માતા તેના 6 માસના દીકરાની સારવાર માટે મુંબઈની 3 હોસ્પિટલોમાં ચક્કર લગાવતી રહી. પરંતુ ન તો કોઈ હોસ્પિટલમાં કે ન કોઈ ડૉક્ટરે તાવથી પીડાઈ રહેલા બાળકને હાથ લગાવ્યો.

મહિલાના સસરાનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેના 6 માસના દીકરાને પણ કોરોનાથી સંક્રમિત કરી દીધો હતો. બાળકની તબિયત બગડી ગઈ હતી. તેને તાવ વધારે આવતો હતો. મહિલા બાળકને લઈને સૌથી પહેલા શાસ્ત્રી નગર હોસ્પિટલ પહોંચી. ત્યાંથી તેને મોકલી દેવામાં આવી. ખોળામાં તાવથી પીડાઈ રહેલા બાળકને આપતા માતા હોસ્પિટલોના ડૉક્ટરોને વિનંતી કરતી રહી પરંતુ, ડૉક્ટરોએ કોરોનાની સારવારની સુવિધા નથી એમ કહીને સારવાર કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ બાળકને લઈને તે SRCC હોસ્પિટલ પહોંચી તો ત્યાં પણ ડૉક્ટરોએ બાળકની સારવાર કરવાની ના પાડી દીધી.

તેમણે કહ્યું હતું કે, તેઓ COVID-19ના દર્દીઓની સારવાર નથી કરી રહ્યા અને પછી મહિલાને કસ્તૂરબા હોસ્પિટલ મોકલી દેવામાં આવી. મહિલાએ ડૉક્ટરોને વિનંતી કરી અને હોસ્પિટલના એક સીનિયર ડૉક્ટરને કસ્તૂરબા હોસ્પિટલમાં એડમિટ કરવા એક પત્ર લખ્યો. મહિલા બાળકને લઈને કસ્તૂરબા હોસ્પિટલ પહોંચી ત્યારે બાળકને સખત તાવ હતો. તેનો ચહેરો પીળો પડી ગયો હતો. તેના શરીરની કોઈ હિલચાલ નહોતી. મહિલા ગભરાઈને હોસ્પિટલમાં અહીં-ત્યાં ભટકતી રહી પરંતુ, કોઈ તેની મદદ માટે તૈયાર ન થયુ.

એક ટીવી ચેનલ દ્વારા આ મામલો મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી સુધી પહોંચ્યો ત્યારે આ બાળકની સારવાર શરૂ કરવામાં આવી. બાળકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આખા પરિવારને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. પરિવારમાં બે લોકોમાં સંક્રમણ જોવા મળ્યુ છે. તો જ્યાં આ મહિલાનું પરિવાર રહે છે એ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp