પેટમાં દુઃખાવો થતાં યુવકો ડૉક્ટર પાસે ગયા, તો બંનેને પ્રેગનન્ટ જાહેર કર્યા

PC: youtube.com

ઓપરેશન દરમ્યાન પેટમાં કાતર કે રૂના ડૂચા રહી જવાની ઘટનાઓ તમે ઘણી વાંચી હશે. ડૉક્ટરોની બેદરકારીના આવા કિસ્સા જગજાહેર છે પરંતુ બે પુરુષોને પ્રેગનન્ટ જાહેર કરે એવા ડૉક્ટરો તમે સાંભળ્યા નહિ હોય. સરકારી હોસ્પિટલના ડૉક્ટર મુકેશ કુમારે બંને યુવકો હોપાલ ગંઝૂ અને કામેશ્વર જાનૂને પ્રેગનન્સી ટેસ્ટ સિવાય HIV અને હીમોગ્લોબિન ટેસ્ટ કરાવવા માટે પણ કહ્યું હતું.

ત્યાર પછી બંને યુવકોએ ડૉક્ટર વિરુદ્ધ ચતરા જિલ્લાના સિવિલ સર્જન અરુણ કુમાર પાસવાનને ફરિયાદ કરી. જેના પર પાસવાને કહ્યું કે, મામલાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

આ કારણે પેટમાં દુઃખાવો હતોઃ

ઝારખંડના સિમરિયા જિલ્લાના ચોરબોરા ગામના એક યુવકને અને બાજુના ગામડાના એક યુવકને એલર્જિક વાનગી ખાવામાં આવી જવાથી કે પછી બીજા કોઇ કારણે પેટમાં દુખાવો થયો હતો. આ બંને સરકારી હૉસ્પિટલમાં સારવાર લેવા ગયા હતા ત્યાં ફરજ પરના ડૉક્ટરે બંનેને કેટલાક ટેસ્ટ કરાવવાની સૂચના આપી.

પેથોલોજિસ્ટને લાગી નવાઈઃ

ટેસ્ટ કરાવવા બંને યુવકો પેથોલોજી વિભાગમાં ગયા ત્યારે પેથોલોજિસ્ટ ડૉક્ટર બંનેને જોઇને નવાઇ પામ્યા હતા. કારણ કે, ફરજ પરના ડૉક્ટરે બંનેને પ્રેગનન્સી ટેસ્ટ કરાવવાની ચિઠ્ઠી લખી આપી હતી. પેથોલોજિસ્ટે બીજા ટેસ્ટ કરી આપ્યા પણ પ્રેગનન્સી ટેસ્ટ કરી આપવાની ના પાડી. ત્યારબાદ બંને યુવકો પોતપોતાને ઘેર પાછા ફર્યા હતા.

ડોક્ટરનો આરોપઃ

બંને યુવકોએ પોતાના સગા-સંબંધી અને પાડોશીઓને પ્રેગનન્સી ટેસ્ટની વાત કરી. બસ એેટલે તો સમગ્ર વિસ્તારમાં આ વાત ફેલાઈ ગઈ. જોકે સંબંધિત ડૉક્ટરનો આક્ષેપ છે કે, મને  બદનામ કરવાનું કાવતરું છે. મારા લખેલા પ્રિસ્ક્રીપ્શન પર કોઇએ ઓવરરાઇટિંગ કર્યું હતું.

પણ ડૉક્ટર એ વાતનો ખુલાસો ન કરી શક્યો કે ગામડાના યુવકો ડૉક્ટરના લખેલા અક્ષરો પર ઓવરરાઇટિંગ કઈ રીતે કરી શકે અને અંગ્રેજીમાં પ્રેગનન્સી ટેસ્ટ જેવા શબ્દો ડૉક્ટરના હેન્ડરાઇટિંગમાં કેવી રીતે લખી શકે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp