વરસાદને લઇ હવામાન વિભાગની મોટી આગાહી, આ રાજ્યોમાં વરસાદ પડશે

PC: windy.com

હિમવર્ષાના કારણે હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં શૂન્ય ડીગ્રી પર તાપમાનનો પારો પહોંચ્યો છે. ભારે વરસાદના કારણે નેશનલ હાઈ-વે સહિત 300 જેટલા રોડ પર ટ્રાફિક બંધ થયો હતો અને તેના કારણે હરિપુરધારમાં 200 જેટલા ટુરિસ્ટ ફસાયા હતા. આ ઉપરાંત હિમાચલના મંડીના વિસ્તારમાં તો 40 વર્ષ પછી સ્નોફોલ જોવા મળ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર 14 ડીસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના ટુરિસ્ટ પ્લેસ પર થયેલી હિમવર્ષામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌથી વધુ 24 ઇંચ બરફ ડેલહાઉસીમાં પડ્યો હતો. ત્યારબાદ 8 ઇંચ કુફરી, 4 ઇંચ મનાલીમાં અને શિમલામાં 3 ઇંચ હિમવર્ષા થઇ છે. આ ઉપરાંત શ્રીનગરમાં સાત દિવસ પછી ફ્લાઈટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે, પણ જમ્મુથી વૈષ્ણોદેવીની હેલીકોપ્ટર સેવા ત્રણ દિવસ બંધ રાખવામાં આવી છે.

આ હિમ વર્ષાને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 24 કલાકના સમય દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સહિતના 15 રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત ઉત્તર ભારતના તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો ઘટાડો થશે અને દિલ્હી સહીતના પાંચ જેટલા રાજ્યોમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને લઇને પ્રવાસીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચંબામાં તો પ્રસાશન દ્વારા એલર્ટ આપીને લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી હતી. તો હસન વૈલી, કુફરી, ફાગુ, નારકંડામાં ફરવા માટે ગયેલા 170 જેટલા વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp