ફાંસી આપતી વખતે જલ્લાદ દોષીના કાનમાં જાણો શું કહે છે

PC: google.com

નિર્ભયા ગેંગ રેપ કેસમાં દોષીઓને ટૂંક સમયમાં ફાંસીના માચડે ચઢાવવામાં આવશે, ત્યારે દોષિતોની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે પેન્ડિંગ છે. તેના પર નિર્ણય આવતા જ ચારેય દોષિતોને ફાંસી થઈ શકે છે. તેના માટે ફાંસીનું ખાસ દોરડું પણ બનાવાઈ રહ્યું છે. ત્યારે આજે એક રસપ્રદ વાત જાણીએ કે જ્યારે દોષીતોને ફાંસી આપવામાં આવે છે, ત્યારે તેમને જલ્લાદ કાનમાં કંઇક કહે છે.

કેદીને ફાંસી આપવા દરમિયાન જલ્લાદ જ છેલ્લા સમયમાં તેની સાથે હોય છે. ફાંસી આપવા પહેલા જલ્લાદ દોષીના કાનમાં કહે કંઇક કહે છે અને ત્યાર બાદ તે ચબૂતરાથી જોડાયેલું લીવર ખેંચી દે છે. જલ્લાદ દોષીના કાનમાં કહે છે કે, હિન્દુઓને રામ-રામ અને મુસ્લિમોને સલામ. હું મારા ફર્જની આગળ મજબૂર છું. હું તમારા સત્યની રાહ પર ચાલવાની કામના કરું છું.

જલ્લાદને જાણો કેટલા રૂપિયા મળે છે

ફાંસીનો સમય શું હોય છે, આ પ્રક્રિયા કઈ રીતની હોઈ છે, ફાંસી આપનાર જલ્લાદને કેટવા રૂપિયા મળે છે? આ દરેક સવાલોનો જવાબ પવન જલ્લાદે આપ્યો છે. જેમનો આખો ખાનદાન ફાંસીના કામ સાથે જોડાયેલ છે. પવન જલ્લાદે ફાંસી આપવા માટે તેને કેટલા રૂપિયા મળે છે, એ વાતનો જવાબ આપતા કહ્યું કે, પહેલા તો આ કામમાં જૂના સમયમાં 100 રૂપિયા મળતા હતા. જે પહેલાના સમય માટે એક મોટી રકમ હતી. 2013 સુધીમાં આ રકમ વધીને 3,000 રૂપિયા થઈ ગઈ હતી. પણ હવે આજના સમયના આધારે આ રકમ ઘણી ઓછી છે. પણ ત્યાર બાદ અમે વિરોધ કર્યો તો હવે ફાંસી આપવા બદલ અમને 5,000 રૂપિયા મળે છે.

જણાવી દઈએ કે, જલ્લાદ પવન કુમારના પરિવારે અત્યાર સુધીમાં 25 લોકોને ફાંસીના માંચડે ચઢાવ્યા છે. આ જલ્લાદ પરિવારની કહાણી આઝાદી બાદથી લક્ષ્મણ, કાલૂરામ, બબ્બૂ સિંહથી હવે પવન કુમાર જલ્લાદ સુધી આવી ગઈ છે.

હવે નિર્ભયા મામલે દોષિતોને ફાંસી આપવા માટે જલ્લાદની શોધ ચાલી રહી છે. તિહાડ જેલતંત્રએ જલ્લાદની શોધ માટે ઉત્તર પ્રદેશના જેલતંત્રને પત્ર પણ લખ્યો છે. 9 ડિસેમ્મ્બરના રોજ તિહાડ જેલતંત્રએ પત્રમાં ઉત્તર પ્રદેશ જેલતંત્ર પાસેથી જલ્લદો વિશેની માહિતી માગી હતી. તિહાડ જેલતંત્રએ જલ્લાદોને જલદી મોકલવાની વાત પણ પત્રમાં કરી હતી.

નિર્ભયા કેસમાં દોષિતોને ફાંસીના માંચડે ચઢાવવા માટે જલ્લાદોની જરૂર પડશે. ઉત્તર પ્રદેશમાં બે જલ્લાદો મોજૂદ છે. બંનેમાંથી કોઈ એકને ઉત્તર પ્રદેશ જેલતંત્ર તિહાડ જેલમાં મોકલશે. આ કામ માટે તિહાડ જેલતંત્ર દરેક જલ્લાદોના ખર્ચા અને તેમની મુસાફરીના ખર્ચાઓનું વહન પણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp