નાગરિકતા બિલના વિરોધમાં દિલ્હીમાં પણ પ્રદર્શન, બસોમાં લગાવાઈ આગ

PC: ANI

દેશની રાજધાની દિલ્હીમાં પણ નાગરિકતા સંશોધન બિલના વિરોધની આગ પહોંચી ગઇ છે. રવિવારે પણ દિલ્હીમાં આ બિલના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આ વિરોધ પ્રદર્શન આજે હિંસક બની ગયું છે. આજે બસમાં પણ આગ લગાવવામાં આવી હતી.

આ બિલના વિરોધમાં પ્રદર્શનકારીઓએ દિલ્હીની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં ખૂબ વિરોધ કર્યો હતો. 3 બસો અને અમુક મોટરસાઇકલોને પણ આગને હવાલે કરી દેવામાં આવી હતી. આગ ઓલાવવા માટે તત્કાલ 4 ફાયરબ્રિગેડની ગાડીઓને મોકલવામાં આવી હતી, પરંતુ ઉગ્ર પ્રદર્શનકારીઓએ એક ફાયરબ્રિગેડની ગાડીને જ નુકસાન પહોંચાડ્યું હતું, જેમાં 2 ફાયરબ્રિગેડના જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હતા.

નાગરિકતા બિલના વિરોધમાં બંગાળમાં ટ્રેન-બસ ફૂંકી દેવાઇ

દિલ્હીની જેમ પશ્ચિમ બંગાળમાં પણ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને શાંતિ બનાવી રાખવા અપીલ કરી હતી, પણ તેમની અપીલનો કોઇ ફરક પડ્યો નહોતો અને અનેક જગ્યાઓએ હિંસાની ઘટનાઓ જોવા મળી હતી.

हावड़ा में कोना एक्सप्रेस-वे पर फूंकी गई बस

ખાસ કરીને રાજ્યના ચાર જિલ્લામાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વિરોધ કરી રહેલા લોકોએ પોલીસની ગાડી, બસો અને ટ્રેનને પણ સળગાવી દીધી હતી. આ સિવાય કેટલીય જગ્યાએ પોલીસ અને લોકો વચ્ચે હિંસક ઝડપ પણ જોવા મળી હતી. આ વિરોધ પ્રદર્શનને કારણે લાંબા અંતરની 28થી વધુ ટ્રેનોને રદ્દ કરવી પડી હતી.

NBT

NBT

મુર્શિદાબાદ, હાવડા, માલદા અને ઉત્તર 24 પરગના જિલ્લામાં હિંસા વધુ છે. શનિવારના રોજ પ્રદર્શનકારીઓએ 17 બસોને આગને હવાલે કરી દીધી હતી. આ સાથે જ પાંચ ટ્રેનોમાં પણ આગ લગાવી દીધી હતી. ઘણી જગ્યાએ પોલીસની ગાડી અને ફાયર બ્રિગેડને પણ નુકસાન બનાવવામાં આવ્યું છે. 6થી વધુ રેલવે સ્ટેશનો પર પણ આગજની કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp