અત્યાર સુધી આતંકવાદીઓને માર્યા, હવે તેમની વિચારધારાનો વારોઃ અજિત ડોભાલ

PC: hindustantimes.com

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ફરી એકવાર આતંકવાદ વિરુદ્ધની લડાઈ પર ભાર મૂક્યો છે. ડોભાલે જણાવ્યું હતું કે કઈ રીતે પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે.

અજીત ડોભાલે કહ્યું કે, પાકિસ્તાને આતંકવાદને પોતાની સિસ્ટમનો એક ભાગ બનાવી લીધો છે. જેનો ઉપયોગ તે ભારત વિરુદ્ધ કરી રહ્યુ છે. અમે આતંકવાદીઓનો સફાયો કરવામાં સફળ થઈ રહ્યા છે. પણ હવે અમારો આવનારો નિશાનો આતંકવાદીઓની વિચારધારાને ખતમ કરવાનો છે.

તેમણે કહ્યું, આતંકવાદ વિશે ઘણીવાર વાતો થઈ છે. આતંકવાદ વિરુદ્ધ 3 દાયકાથી લડી રહ્યા છે. આતંકવાદ સામે લડવું એ દરેકની વિચારધારા છે. પણ તમે તેની વિરુદ્ધ સીધી રીતે નથી લડી શકતા. કારણ કે તમે તેમને મારીને, શસ્ત્રો ખતમ કરીને તેમના ફંડિંગને રોકવા પર ધ્યાન આપી રહ્યા છો. અને તેને જ લડાઈ સમજી રહ્યા છીએ.

તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે લોકોમાં આતંકવાદ વિશે ડર વધી જાય તો સરકારની જવાબદારી બને છે કે તેઓ તેના વિરુદ્ધ લડાઈ લડે. પણ સૌથી પહેલા જાણવું જરૂરી છે કે, આતંકી કોણ છે, તેને પૈસા ક્યાંથી મળી રહ્યા છે. કોણ તેમની મદદ કરી રહ્યા છે. આતંકવાદ અને આતંકીને જાણવા જરૂરી છે.

આ જાણકારી પછી આપણી કોશીશ એક્શનની રહેવી જોઈએ. જેમાં તેને નબળું કરવુ, પૈસા રોકવા, શસ્ત્રો રોકવા જરૂરી છે. અમારે કાયદાને ધ્યાનમાં રાખીને કામ કરવાનું હોય છે. આતંકવાદ વિરુદ્ધ ભૂતકાળ અને વર્તમાન વિરુદ્ધ લડાઈ ચાલી રહી છે. પણ તેના ભવિષ્યને ખતમ કરવું જરૂરી છે. તેમની વિચારધારાને નુકસાન પહોંચાડવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp