રામ જન્મભૂમિ પછી હવે કૃષ્ણ જન્મભૂમિ કેસ કોર્ટમાં, શાહી ઈજગાહ મસ્જિદ હટાવવાની માગ

PC: hindustantimes.com

અયોધ્યામાં ભગવાન રામ જન્મભૂમિના વિવાદ પછી હવે કૃષ્ણ જન્મભૂમિનો મામલો પણ કોર્ટ પહોંચી ગયો છે. શુક્રવારે શ્રી કૃષ્ણ વિરાજમાને મથુરા કોર્ટમાં સિવિલ કેસ દખલ કર્યો, જેમાં 13.37 એકડ જમીન(કૃષ્ણ જન્મભૂમિ)નું સ્વામિત્વ માગવામાં આવ્યું છે. સાથે જ શાહી ઈદગાહ મસ્જિદને હટાવવાની પણ માગ ઊભી થઇ છે. આરોપ છે કે મસ્જિદ ઈદગાહને શ્રી કૃષ્ણ જન્મભૂમિ પર બનાવવામાં આવી છે.

શ્રીકૃષ્ણ વિરાજમાન નામનથી અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં તેમની અંતરંગ સખી તરીકે અધિવક્તા રંજગા અગ્નિહોત્રી અને 6 ભક્તો છે. અરજી અનુસાર, જ્યાં શાહી મસ્જિદ અને ઈદગાહ છે, તે જ ખરેખર કારાગાર છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો.

જોકે, પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991 આ મામલાની વચ્ચે આવી રહ્યો છે, જેમાં વિવાદિત રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસને લઇ માલિકી હક પર કેસ કરવાને લઇ છૂટ આપવામાં આવી હતી. પણ મથુરા કાશી સહિત દરેક વિવાદો પર કેસ કરવા પર રોક લગાવી દેવામાં આવી હતી. આ એક્ટમાં કહેવામાં આવ્યું છે કે, 15 ઓગસ્ટ 1947ના રોજ જે ધાર્મિક સ્થળ જે સંપ્રદાયનો હતો, તે વર્તમાન અને ભવિષ્યમાં પણ તેમનો જ રહેશે.

ગયા વર્ષે 9 નવેમ્બરના રોજ અયોધ્યા મામલે ચૂકાદો આપતા સમયે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે આવા મામલામાં કાશી મથુરા સહિત દેશમાં નવા કેસ દાખલ કરવા માટેના દરવાજા બંધ કરી દીધા હતા. જોકે, આ સંબંધમાં વકીલ વિષ્ણુ શંકર જૈનના માધ્યમથી હિંદુ સમૂહએ પહેલા જ સુપ્રીમ કોર્ટમાં કાયદાની વૈધતાને પડકાર્યો છે.

પણ અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અદાલતો ઐતિહાસિક ભૂલોને સુધારી શકે નહીં. રંજગા અગ્નિહોત્રીના માધ્યમથી શ્રીકૃષ્ણ વિરાજમાન દ્વારા દાખલ સૂટમાં કહેવામાં આવ્યું છે કે, યૂપી સુન્ની વક્ફ બોર્ડ, ટ્રસ્ટ મસ્જિદ ઈદગાહ કે મુસ્લિમ સમુદાયના કોઈપણ સભ્યને કટરા કેશવ દેવની સંપત્તિમાં કોઈ રસ કે અધિકાર નથી. આ દેવતા ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાનમાં નિહિત છે.

અયોધ્યાના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે રામ લલાને એક ન્યાયિક વ્યક્તિના રૂપમાં સ્વીકાર કર્યા હતા. પણ ચૂકાદો આપ્યો હતો કે રામ જન્મભૂમિને ન્યાયિક કદ આપી શકાય નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp