ફરજિયાત FASTag માટેની તારીખમાં વધારો પણ સરકારનો આ નિર્ણય નડશે

PC: google.com

15 ડિસેમ્બર એટલે કે આજથી નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા પર FASTag ફરજિયાત થવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં જનતાની માગણીને ધ્યાનમાં રાખીને છેલ્લી તારીખ આગળ લંબાવાવમાં આવી છે. સરકારે 1 મહિના સુધી ફરજિયાત FASTagની તારીખ લંબાવી દીધી છે. એટલે કે 15 જાન્યુઆરી સુધીમાં તમામ લોકોએ પોતાના વાહનોમાં FASTag ફરજિયાત લગાવી લેવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, મોટી સંખ્યામાં વાહનોમાં હજુ FASTag લગાવવાનું બાકી છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે એક મહિનાની રાહત આપી છે. એટલે કે 15 જાન્યુઆરી સુધી FASTag ન હોય તો રોકડ રકમ આપીને ટોલ ચૂકવી શકો છો. પરંતુ આમાં એક મુશ્કેલી જનતાને જરૂર પડશે, કારણ કે રોકડ રકમ લેતી ટોલ પ્લાઝાની લેનની સંખ્યા ઓછી થઇ જશે.

ભારત સરકારની જાહેરાત મુજબ કોઇ પણ ટોલ પ્લાઝા પર કુલ લેનના 75% લેન પર ફક્ત FASTag હોય તેવા વાહનો જ પસાર થઇ શકશે, જ્યારે 25% લેન હાઇબ્રીડ હશે, એટલે કે આ લેન પર FASTag અને રોકડમાં ચૂકવણી કરનારા બંને જઇ શકશે. પરંતુ 25% લેન જ રોકડમાં પૈસા લેશે, એટલે વાહનોની લાંબી લાઇનો તો લાગશે તે પાક્કું છે. સરકારે તારીખ એક મહિના સુધી લંબાવી તો દીધી છે પરંતુ 25% હાઇબ્રીડ લેનને કારણે જનતાને મુશ્કેલી પડશે.

શું છે FASTag સિસ્ટમ?

FASTagનો અર્થ થાય છે રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન ટેગ. જે ગાડીની વિન્ડ ગ્લાસ પર લગાવી દેવામાં આવશે. જે બેન્ક એકાઉન્ટ અથવા નેશનલ હાઈવો ઓથોરિટીના પેમેન્ટ વોલેટ એકાઉન્ટ સાથે જોડાયેલો રહેશે. જેનાથી ફોર વ્હિલર્સને ટોલ લાઈનમાં લાંબા સમય સુધી છૂટા પૈસાની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ ઉપરાંત વધુ વખત સુધી લાઈનમાં પણ ઊભું રહેવું નહીં પડે. ટોલટેક્સની રકમ આપમેળે ખાતામાંથી બાદ થઈ જશે.

ખાસ અધિકારીઓની જવાબદારી

દેશભરમાં આ સિસ્ટમ લાગુ કરવા માટે કડક અમલવારી કરવામાં આવશે. માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે ગત અઠવાડિયે ટોલ પ્લાઝા પર 100% ETC લાગુ કરવા માટે ખાસ અધિકારીઓની નિમણૂંક કરી છે. જેઓ આ અંગે નિરિક્ષણથી લઈને FASTag ચેકિંદી સુધીની જવાબદારી સંલગ્ન મુદ્દાઓની ચકાસણી કરશે. દેશના મંત્રાલયે સિસ્ટમમાં ફેરફારનું નિરિક્ષણ અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે હાથ મિલાવીને કેટલાય રાજ્યમાં કેન્દ્રીય પ્રભારી અધિકારીની નિમણૂંક કરી છે. જેનું સંચાલન NHAI કરી રહી છે. મોટા ભાગના કોર્મશિયલ વ્હિકલે FASTag સિસ્ટમને સ્વીકારી લીધી છે. જ્યારે પ્રાયવેટ પાસિંગની ગાડીઓના માલિક કેશ ટોલિંગથી છૂટકારો મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp