ગુગલ પર અંબાણી લખો એટલે આ ભાષામાં કંઇક આવું ભાષાંતર આવે છે

PC: scoopwhoop.com

દુનિયાભરમાં ધનિકોમાં જેમનું નામ હરોળમાં છે તેવા રીલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીની સરનેમ અંબાણીનું એક વિદેશી ભાષામાં ભાષાંતર તેમની દુનિયામાં છાપ મુજબ જ આવે છે.

સ એક રિપોર્ટ મુજબ જ્યારે રોમાનિયન ભાષામાં અંબાણી લખો એટલે તેનું ભાષાતંર આવે છે આઇ હેવ મની. અમે પણ અંગ્રેજીમાં અંબાણી લખીને તેને રોમાનિયનથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યું તો જવાબ આવ્યો આઇ હેવ મની.

ખરેખર ભારતમાં તો એકલા અંબાણી જ એવા છે જે હાલના માહૌલમાં છાતી ફૂલાવીને કહી શકે કે આઇ હેવ મની એટલે કે મારી પાસે રૂપિયા છે. બાકી મોટાભાગના ઉદ્યોગ-ધંધા વાળા હાલમાં આઇ હેવ નો મની એટલે કે પૈસાની ખેંચ છે તેવી જ વાત કરતા હોય છે.

મુકેશ અંબાણી 3 લાખ 80 હજાર કરોડના માલિક છે અને દુનિયાના 17માં સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. તેઓ મુંબઇના તેમના 27માળના મકાનમાં રહે છે જેમાં હેલિકોપ્ટર ઉતારવાથી લઇને દુનિયાની તમામ સગવડો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp