નીતિ આયોગે પણ સ્વીકાર્યું કે, તમામ પ્રયત્ન કરવા છતા નથી બદલી આ સેક્ટરની સમસ્યા

PC: businessworld.in

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જણાવ્યું હતું કે, સરકારના આર્થિક ક્ષેત્રની સમસ્યાનો ઉકેલ લાવવા માટે વધુ એક પગલું ભરી શકાય છે. SEBIના પૂર્વ ચેરમેન યુ. કે. સિન્હાના પુસ્તક વિમોચન પ્રસંગે રાજીવ કુમારે કહ્યું હતું કે, દેશ જે સ્થિતિનો સામનો કરી રહ્યું છે, તે ખૂબ જ અલગ છે. તેમણે ઉમેર્યું હતું કે, માર્કેટમાં રોકાણ પર બ્રેક લાગી છે. સરકારના શ્રેષ્ઠ પ્રયત્નો હોવા છતાં સ્થિતિમાં ખાસ કોઈ ફેર પડ્યો નથી. મને એવું લાગે છે કે,હવે કંઈક નવા પ્રયત્નો શરૂ થવાના છે. જેથી આ પ્રકારની વિષમ સ્થિતિ ઊભી ન થાય.

અમારા જેવા લોકો ભારતના આર્થિક વિકાસમાં રસ દાખવે છે. એ પછી સરકાર તરફથી હોય કે સરકારી ક્ષેત્રની બાહરના એકમો તરફથી. બંને પાસા પરથી દેશની હાલની આર્થિક સ્થિતિ પર વિચારણા કરવાની જરૂર છે. વધતા જતા દેવા, ઠપ થયેલું બજાર, નોન બેકિંગ કંપનીઓ વગેરેમાં જે કંઈ થઈ રહ્યું છે તેને જોતા મને નથી લાગતું કે આ સ્થિતિનું કોઈ સમાધાન હોય. સરકારે ગત વર્ષે ઓગસ્ટમાં અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે કેટલાક પગલાં ભર્યા હતા. જેમાં આવાસ અને નાણાકીય કંપનીઓ માટે સમર્થન, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો, પૂલ એસેસ્ટના ખરીદનારાઓને રાહત જેવા અનેક મુદ્દાનો સમાવેશ થાય છે. દેશમાં 92000 શહેરી તથા ગ્રામિણ સહકારી લોન આપતી સંસ્થાઓ છે. આવી સંસ્થાઓ માટે ઊંડાણ પૂર્વક વિચારણા કરવાની જરૂર છે.

એક અભ્યાસ કરીને રિપોર્ટ તૈયાર કરવાની જરુર છે. RBIની રીસર્ચ ટીમ આ કામ કરી શકે છે. આ વખતે આવા એકમોનું ઊંડાણથી અધ્યયન થાય તે અનિવાર્ય છે. હાલમાં નિકાસ અને ખાનગી રોકાણ બંને એન્જિન ઠપ થયેલા પડ્યા છે. જેના પર દેશના આર્થિક ક્ષેત્રનો મુખ્ય આધાર છે. નિકાસ ધીમે ધીમે વધ્યો છે. જેથી વૈશ્વિક વ્યાપારમાં પહેલા કરતા વૃદ્ધિ થઈ છે. જેની સામે સરકારે પણ એક ફોર્મેટ નક્કી કર્યું છે. જ્યારે ખાનગી ક્ષેત્રે પણ ધીમી ગતિએ રોકાણ આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp