'ચાયવાલા'એ કરી દીધા કોંગ્રેસમાં ચા-પાણીના ખર્ચના ફાંફા, આટલી લિમિટ નક્કી કરાઇ

PC: khabarchhe.com

કોંગ્રેસમાંથી નેતાઓ અને કાર્યકરો જ ઓછા નથી થઇ રહ્યા પરંતુ રૂપિયા અને સંપત્તિ પણ ઘટી રહી છે. એક રિપોર્ટ મુજબ કોંગ્રેસના એકાઉન્ટ વિભાગે એક સરક્યુલર મોકલીને નેતાઓને જણાવ્યું કે છે અમુક રૂપિયા કરતા વધુ ચા-નાશ્તા પર ખર્ચ થશે તો તેમણે પોતે ભોગવવા પડશે. આ ઉપરાંત બીજા ખર્ચાઓ પર પણ પ્રતિબંધ મૂકાયો છે.

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના કાર્યાલય પર નેતાઓને મળવા કોઇ જાય અને નેતાઓ કેન્ટિનમાંથી ચા-નાશ્તો મંગાવે તો તેમણે બિલ પર સહી કરવાની હોય છે જેના રૂપિયા પછી એકાઉન્ટ વિભાગ આપી દે છે. પરંતુ હાલમાં જ એકાઉન્ટ વિભાગે એક પરિપત્ર કરીને નેતાઓને જણાવ્યું છે કે તેઓ મહિને રૂ. 3000 જેટલો જ ખર્ચ ચા-નાશ્તા પર કરી શકશે. જો તેનાથી વધુ થાય તો તેમણે તે ખર્ચો જાતે ભોગવવો પડશે. 

આ ઉપરાંત બીજા ખર્ચાઓ પણ ઓછા કરવાની સલાહ આપવામાં આવી છે. નેતાઓને કહેવાયું છે કે જો તેઓ લાંબા અંતર પર ન જતા હોય તો તેમણે કાર કે પ્લેનને બદલે ટ્રેનનો ઉપયોગ કરવો આનાથી ખર્ચ ઓછા થશે. ઉપરાંત રાત રોકાવાની જરૂર હોય તો જ રોકાવું નહી તો પરત આવી જવું જેનાથી હોટલનો ખર્ચ બચી જશે. આમ, એક રીતે કોંગ્રેસ ફાયનાન્શિયલ ક્રાઇસિસમાંથી પસાર થઇ રહી હોવાની વાત બહાર આવી રહી છે.

ઉલ્લેખનીય છે એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સએ જાહેર કરેલા આંકડા મુજબ કોંગ્રેસને છેલ્લા વર્ષમાં આખા દેશમાંથી માત્ર રૂ. 55.36 કરોડ જ દાનમાં મળ્યા હતા. કોંગ્રેસની મિલકતો છે તેમાં પણ 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2017માં કોંગ્રેસની મિલકતો રૂ. 854 કરોડ હતી જે ઘટીને 2018માં રૂ. 754 કરોડ થઇ ગઇ છે. આમ, હાલમાં કોંગ્રેસ તમામ મોરચે લડી રહી છે. જોકે, વિશ્લેષકો એવું પણ કહી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી પાસે ભલે રૂપિયા ઘટી ગયા હોય પરંતુ તેના નેતાઓ પાસે તો રૂપિયા ઘણા છે જે હાલમાં પાર્ટી માટે આપવા માગતા નથી. તેમને મંદી વધારે નડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp