SBIના ખાતેદારો આનંદો...વ્યાજદર ઘટતા આ લોન થશે વધુ સસ્તી

PC: ft.com

દેશની સૌથી મોટી બેન્ક SBIએક વર્ષની અવધીમાં લોન પરના MCLR રેટમાં 0.10 ટકાના ઘટાડાની જાહેરાત સોમવારે કરી હતી. આ ઘટાડાને કારણે એક વર્ષની માર્જિનલ કોસ્ટ લેન્ડિગ રેટ 8 ટકાથી ઘટીને 7.90 ટકા રહી જશે. બેન્ક તરફથી ઘટાડવામાં આવેલા વ્યાજદરની જાહેરાત 10 ડિસેમ્બરથી લાગુ થઈ ચૂકી છે. આ સરકારી બેન્કે ચાલું વર્ષે સતત આઠમી વખત MCLRમાં ઘટાડો કર્યો છે. આમ કરવાથી તે સૌથી સસ્તા દરે લોન આપતી બેન્ક બની ગઈ છે. જેણે પોતાના વ્યાજદરમાં સારો એવો ઘટાડો કર્યો છે.

SBIખાતેદારો, બ્રાંચ અને કર્મચારીની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી બેન્ક છે. બેન્કે દાવો કર્યો હતો કે, બેન્ક દેશની સૌથી મોટી માર્ગેજ લેન્ડર છે. રિઝર્વ બેન્ક તરફથી જે રેપોરેટ ઘટાડવામાં આવ્યો હતો એનો લાભ ગ્રાહકોને આપવા માટે વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. આ વર્ષે રિઝર્વ બેન્કે 1.35 ટકાનો રેપોરેટમાં ઘટાડો કર્યો હતો. બેન્કે ઘટાડેલા વ્યાજદરની જાહેરાતથી લોન લેનારાઓને ફાયદો થશે. આ ઉપરાંત જે લોકો 5.15 ટકાના યથાવત રહેલા રિઝર્વ બેન્કના રેપોરેટથી નારાજ હતા એમની નારાજગી ખુશીમાં પલટાઈ છે.

છેલ્લા છ વર્ષનો સૌથી નીચો GDPઆ વર્ષે જોવા મળ્યો હતો. વર્ષના બીજા છ મહિનામાં આ ઘટાડો જોવા મળ્યો હતો. આ ટકાવારી 4.5 ટકાએ આવીને અટકી હતી. આવી સ્થિતિને કારણે ભારતની 5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમીના લક્ષ્યાંકને ફટકો પડ્યો હતો. ત્યાર બાદ એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે, કેન્દ્રીય બેન્ક આ વખતે સતત છઠ્ઠી વખત દ્વિમાસિક મૌખિક સમિક્ષામાં મુખ્ય નીતિગત દરમાં ઘટાડો કરશે. પણ કેન્દ્રીય બેન્કે વધતી રકમને ધ્યાને લઈને રેપોરેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ ઉપરાંત દેશનો વિકાસદર 6.1 ટકાથી ઘટીને 5 ટકા થશે એવી પણ ધારણા વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp