26th January selfie contest

ગુજરાતમાં બહાર આવ્યું 100 કરોડનું બેંક કૌભાંડ, CIDએ 30 લોકોને ઉચક્યા

PC: patrika.com

બેન્કોને કોઈ નાનો માણસ મોટો ચુનો લગાડતો જ નથી. દેશના મોટા ઉદ્યોગપતિઓ અને નેતાઓ બેન્કમાં પડેલા નાના ખાતેદારના પૈસા ચાઉ કરી જાય છે. આવી જ ઘટના ગુજરાત સીઆઈડી ક્રાઈમના ધ્યાનમાં આવી. ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ગુપ્તરાહે હાથ ધરેલી તપાસ બાદ ડીઆઈડી ગૌતમ પરમારની આગેવાની હેઠળ 12 ટીમો કચ્છ પહોંચી હતી કચ્છ ડીસ્ટ્રીકટ બેન્કમાં 100 કરોડ કરતા વધુનું કૌભાંડ કરનાર 30 વ્યકિતઓની ધરપકડ કરી હતી. સુચક બાબત એવી છે કે જયંતિ ભાનુશાળી કેસના આરોપી જયંતિ ઠક્કર ઉર્ફે ડુમરા દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યુ હતું. આ મામલે સીઆઈડી અધિકારીઓ હજી મગનું નામ મરી પાડતા નથી. પરંતુ રાજકિય નેતાઓ પણ આ કૌભાંડમાં સામેલ છે.

જયંતિ ભાનુશાળી હત્યા કેસની તપાસ દરમિયાન સીઆઈડી ક્રાઈમના ધ્યાનમાં કેડીસી બેેન્ક કૌભાંડ આવ્યુ હતુ.જયંતિ ભાનુશાળી અને જયંતિ ઠક્કર વચ્ચે જે વાંધો હતો તેમાં આ બેન્ક કૌભાંડ પણ કારણભુત હતું. જેના કારણે તે દિશામાં તપાસ કરતા કૌભાંડ 100 કરોડ કરતા વધુ હોવાની હકિકત બહાર આવી હતી. જેના પગલ એક ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. મોડી રાત્રે શરૂ થયેલા ઓપરેશનમાં 30 કરતા વધુ લોકોને ઉપાડી લેેવામાં આવ્યા છે. જયંતિ ડુમરાએ ખોટી મંડળીઓ અને ભળતા નામે એકાઉન્ટ ખોલાવી આ પૈસા સેરવી લીધા હોવાની જાણકારી મળી રહી છે.

(પ્રશાંત દયાળ)

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp