આર્થિક મંદીની વચ્ચે RBI ગવર્નરે બેંકોને તૈયાર રહેવા ચેતવણી આપી

PC: ft.com

હાલમાં ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નથી. તેની વચ્ચે RBI ગવર્નર શક્તિકાંત દાસે બેંકોને આવનારા પડકારો માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે બેંકોને કહ્યું હતું કે, મોજૂદ આર્થિક પરિબળો તેમની સામે ઘણા પડકારો ઊભા કરી શકે છે. માટે બેંકોએ તેનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

સાર્વજનિક ક્ષેત્રની બેંકોના પ્રમુખોની સાથે વાતચીત દરમ્યાન RBI ગવર્નર શક્તિકાંત દાસે એ વાત પર પણ ભાર મૂક્યો કે, બેન્કિંગ ક્ષેત્રમાં સુધારો આવી રહ્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે GDPનો વૃદ્ધિ દર વર્ષના બીજા ક્વાર્ટરમાં 6 વર્ષના નિચલા સ્તરે 4.5 ટકાએ પહોંચી ગયો છે.

RBIએ આ જોઈને ચાલું વર્ષની આર્થિક વૃદ્ધિનું અનુમાન પણ ઓછું કરીને 5 ટકા કરી દીધું છે. શક્તિકાંત દાસે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, બેન્કિંગ ક્ષેત્રમાં થોડો સુધારો આવ્યો છે. અને મોજૂદ આર્થિક સ્થિતિમાં અમુક પડકારો આવ્યા હોવા છતાં ક્ષેત્રમાં મજબૂતી બની રહી છે. તેઓ આવનારા પડકારોનો સામનો કરવા માટે પૂરેપૂરા તૈયાર છે.

શક્તિકાંત દાસે બેંકોના પ્રમુખોની સાથે નાણાકીય નીતિ દરમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ લાભાર્થી સુધી પહોંચાડવા માટે પણ વિચારો કર્યા હતાં. ધ્યાનમાં લેવાની વાત તો એ છે કે, RBIએ આ વર્ષે 5 દ્વિમાસિક સમીક્ષાઓમાં કુલ મળીને 1.35 ટકા ઘટાડો કર્યો છે. જોકે RBIએ ગયા અઠવાડિયે કરવામાં આવેલા વિશ્લેષણમાં રેપો દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp