મધ્યમવર્ગને વધુ એક ફટકો, પોસ્ટ વિભાગે વ્યાજદરમાં કર્યો 1.40%નો ઘટાડો

PC: news18.com

કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસની તમામ યોજનાઓના વ્યાજદરમાં 1.40 ટકા સુધીનો મોટો ઘટાડો કર્યો છે.આ યોજનામાં પીપીએફ, એનએસસી, કેવીપી અને સિનિયર સિટિઝન સહિતની યોજનાનો સમાવેશ થાય છે. સરકારે પીપીએફનો દર હવે 7.9 ટકાથી ઘટાડીને 7.1 ટકા કરી નાંખ્યો છે. આ જ રીતે સિનિયર સિટિઝન માટેની બચત યોજના માટેનો દર 8.6 ટકાથી ઘટાડીને 7.4 ટકા કરી દીધો છે. જ્યારે સાદા બચત ખાતા પર વ્યાજ 4 ટકા યથાવત રાખ્યું છે.

પોસ્ટના બચતખાતા પર હાલમાં જે 4.0નો દર હતો તે યથાવત છે પણ એક વર્ષની ફિક્સ ડિપોઝિટ પર 6.9 ટકાનો હાલનો દર ઘટાડીને 5.5 ટકા કરી દેવામાં આવ્યો છે. જ્યારે 2 વર્ષની ફિક્સ ડિપોઝિટ પર 6.9 ટકાનો દર ઘટાડીને 5.5 ટકા કરી દેવામાં આવ્યો છે. જ્યારે ત્રણ વર્ષની ફિક્સ ડિપોઝિટનો હાલનો દર 6.9 ટકાથી ઘટાડીને 5.5 ટકા કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત 5 વર્ષની ફિક્સ ડિપોઝિટ પર હાલનો જે 7.7 ટકાનો દર હતો એ ઘટાડીને 6.7 ટકા કરી દેવામાં આવ્યો છે. જ્યારે 5 વર્ષના રિકરિંગનો 7.2 ટકાનો દર ઘટાડીને 5.8 ટકા કરી દેવામાં આવ્યો છે. જ્યારે સિનિયર સિટિઝન માટેની યોજનામાં વ્યાજદર 8.6 ટકાથી ઘટાડી 7.4 ટકા કરી દેવાયો છે.

આ ઉપરાંત માસિક આવક યોજનામાં 7.6 ટકાથી દર ઘટાડીને 6.6 ટકા કરી દેવામાં આવ્યો છે. NSCમાં હાલનો દર 7.9 ટકાથી ઘટાડીને 6.8 ટકા કરી દેવામાં આવ્યો છે. PPF પર 7.9 ટકાથી વ્યાજદર ઘટાડીને 7.1 ટકા કરી દેવાયો છે. જ્યારે KVP પર 7.6 ટકાથી ઘટાડી 6.9 ટકા કરી દેવામાં આવ્યો છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હાલનો જે 8.4 ટકાનો દર હતો તે ઘટાડીને 7.6 ટકા કરી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp