મુકેશ અંબાણીની સંપત્તિમાં છેલ્લા 9 મહિનાથી દરરોજ 2620 કરોડનો વધારો થઇ રહ્યો છે

PC: indiatvnews.com

દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિ અને રિલાયંસ કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થની ગતિ ટોપ ગેરમાં હોવાના રિપોર્ટ મળ્યા છે. છેલ્લા 9 મહિનામાં પ્રત્યેક દિવસે તેમણે રુ.2620 કરોડ વધી છે. ફોર્બ્સ મેગેઝિનના રિપોર્ટ અનુસાર માર્ચ 2019માં અંબાણીની નેટવર્થ 50 બિલિયન ડૉલર હતી. જે રુ. 3.656 લાખ કરોડની બરોબર છે. તા. 6 ડિસેમ્બર સુધી તેમની નેટવર્થ રુ. 59.9 બિલિયન હતી. એટલે કે અંબાણીએ પોતાની નેટવર્થમાં દર મહિને 1.2 બિલિયન ડૉલરનો નફો કર્યો છે. આ રકમને જો ભારતીય ચલણાં ફેરવવામાં આવે તો દર મહિનાના રુ. 2620 કરોડ થાય છે.

છેલ્લા 9 મહિનામાં એમની નેટવર્થ બમણી થતી ગઈ છે. માર્ચ 2010માં તેમની નેટવર્થ 29 બિલિયન ડૉલર હતી. 2010 બાદ તેમની નેટવર્થમાં વર્ષ 2014 સુધી એક નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વર્ષ 2014માં 18.6 બિલિયન ડૉલર નોંધવામાં આવી હતી. ત્યાર બાદ મુકેશ અંબાણીની નેટવર્થમાં સતત વધારો થતો ગયો હતો. જેમાં વર્ષ 2019માં 50 બિલિયન ડૉલર સુધી પહોંચતા બિઝનેસજગતમાં સમાચાર બન્યા હતા. તાજેતરમાં જ ફોર્બ્સ મેગેઝિને ભારતના સૌથી વધું ધનવાન 100 વ્યક્તિઓનું લીસ્ટ જાહેર કર્યું હતું. જેમાં ફરી એક વખત મુકેશ અંબાણીએ બાજી મારી લીધી હતી.

મુકેશ અંબાણી સતત 11મી વખત આ યાદીમાં પ્રથમ ક્રમે રહ્યા છે. પરંતુ, તેમના જ નાના ભાઈ અનિલ અંબાણીનો રેન્ક વધવાને બદલે સતત નીચે ઊતરી રહ્યો છે. ગ્લોબલ સ્તર પર મુકેશ અંબાણી 59.9 બિલિયન ડૉલર સાથે દુનિયાના 13માં સૌથી ધનવાન વ્યક્તિ છે. ગત મહિને જ રિલાયંસ કંપની 10 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપિટલ સાથે દેશની પ્રથમ કંપની બની હતી. રિલાયંસના શેરમાં 0.7 ટકાથી તેજી આવતા રુ.5 હજાર કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. ભારતની તમામ ઔદ્યોગિક કંપનીઓમાં મુકેશ અંબાણીની કંપની ટોપ પર રહી છે. ત્યાર બાદ ટાટા, HDFC બેન્ક, હિન્દુસ્તાન યુનિલીવર, ITC,ઈન્ફોસિસ, ભારતીય સ્ટેટ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને ICICI બેન્કનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp