મંદીના ભરડામાં ભારત, તમામ નિર્ણયો PMO પાસે રાખવાની જરૂર નથીઃ રઘુરામ રાજન

PC: theweek.in

અર્થવ્યવસ્થાની ધીમી પડેલી ગતિને કારણે ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું કે, દેશ મંદીના ભરડામાંથી પસાર થઈ રહ્યો છે અને અર્થવ્યવસ્થામાં સુસ્તી હોવાના સંકેતો મળી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ માહોલ પાછળનું મૂળ કારણ અર્થવ્યવસ્થાના સંચાલન પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી થવું એ છે. આ ઉપરાંત મંત્રીઓ પાસે કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. તાજેતરમાં પ્રકાશિત થયેલા એમના એક આર્ટિકલમાં અર્થવ્યવસ્થાને વેગ મળે એવી સલાહ આપવામાં આવી હતી. આવા તમામ મુદ્દાની ચર્ચા પણ કરવામાં આવી હતી.

રાજને રોકાણ લાવવા માટેના નિયમોને હળવા કરવાની વાત કરી હતી. આ ઉપરાંત જમીન અને શ્રમ બજારમાં સુધારો લાવવા તથા રોકાણ વધારવા માટે આહવાન કર્યું હતું. તેમણે સરકારને હરિફાઈ વધારવા તેમજ ગૃહઉત્પાદનમાં સુધારો કરવા માટે યોગ્ય આયોજન બદ્ધ મુક્ત વ્યાપાર સમજુતીમાં જોડાઈ જવા માટે આગ્રહ કર્યો હતો. રાજને ઉમેર્યું કે, 'ક્યાં ભૂલ થઈ છે એ સમજવા કેન્દ્રીયકરણ ધરાવતી સરકારની માનસિક વિચારધારાને સમજવાની જરુર છે. માત્ર નિર્ણય જ નહીં પણ વિચારણા અને યોજના ઉપર પણ વડાપ્રધાનના કેટલાક નજીકના લોકો અને પીએમઓના લોકો ફેંસલો કરે છે.' રાજને ઉમેર્યું હતું કે, 'પાર્ટીના રાજનૈતિક તથા સામાજિક આયોજન માટે આ યોગ્ય છે. પણ આર્થિક સુધારા માટે આ જે સમાજ માટેના મુદ્દાઓ છે તે કામ નહીં લાગે. જ્યાં નિર્ણય લેતા લોકોને એ જ ખ્યાલ નથી કે, રાજ્ય સ્તર પર ઉપર રહીને કેન્દ્ર સ્તર પર સરકારની અર્થવ્યવસ્થા કેવી રીતે કામ કરે છે.'

'અગાઉની સરકારનું ગઠબંધન ભલે નબળું રહ્યું હોય પણ તેમણે સતત અર્થવ્યવસ્થા માટે ઉદારીકરણનો માર્ગ પસંદ કર્યો હતો. મંત્રીઓના નિર્ણય ન લેવાની સત્તા હોવાની સાથોસાથ સરકારનું વધારે પડતું કેન્દ્રીયકરણ અને દ્રષ્ટિકોણનો અભાવ એ નિશ્ચિત કરે છે કે, PMOની ઈચ્છા અનુસાર જ સુધારાણા માટેના પગલાં ભરવામાં આવે છે.' આવું રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રધુરામ રાજને જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp