શું તમે વિદેશમાં પૈસા મોકલો છો, તો 1 ઓક્ટોબરથી આ લેણદેણ પર આપવો પડશે ટેક્સ

PC: taxguru.in

કેન્દ્ર સરકારે વિદેશમાં પૈસા મોકલવા પર ટેક્સ વસુલવા માટે નવો નિયમ બનાવી દીધો છે. આ નિયમ 1 ઓક્ટોબર, 2020થી લાગુ થશે. તેવામાં જો તમે તમારા વિદેશમાં ભણી રહેલા છોકરાઓને પૈસા મોકલતા હોવ અથવા તમારા સંબંધીને પૈસા મોકલતા હોવ તો જે-તે રકમ પર 5 ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ(TCS) ભરવો પડશે.

ફાયનાન્સ એક્ટ, 2020 પ્રમાણે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની લિબ્રલાઈઝ્ડ રેમિટેન્સ સ્કીમ (LRS) હેઠળ વિદેશમાં પૈસા મોકલનાર વ્યક્તિએ TCS ભરવો પડશે. જણાવી દઈએ કે, LRS હેઠળ વર્ષના 2.5 લાખ ડૉલર મોકલી શકો છો, જેની પર કોઈ ટેક્સ લાગતો નથી. તેને જ ટેક્સના દાયરા હેઠળ લાવવા માટે TCS ભરવો પડશે.

એજ્યુકેશન અને ટુર પેકેજને આપવામાં આવી છે છૂટ

સરકારે આ મામલે અમુકને છૂટ પણ આપી છે. જેમાં વિદેશમાં મોકલવામાં આવતા પૈસા પર આ ટેક્સ લાગૂ પડશે નહીં. જો તમે તમારા બાળકના ભણતર માટે 7,00,000 રૂપિયા અથવા તેનાથી ઓછા પૈસા મોકલો છો તો, તમારે TCS નહીં ભરવો પડે. એજ્યુકેશન લોન 7,00,000 રૂપિયાથી વધુ હશે તો તમારે 0.5 ટકાનો TCS ભરવો પડશે. કોઈ ટુર પેકેજ માટે વિદેશ મોકલાવનારી રકમ પર TCS લાગૂ પડશે નહીં. પરંતુ આ રકમ જો 7,00,000થી વધુ હશે તો તેના પર TCS ભરવો પડશે.

શા માટે બનાવવો પડ્યો TCSનો નિયમ

વિદેશમાં ગિફ્ટ, સારવાર, પ્રોપર્ટીમાં રોકાણ, સંબંધીને મદદ, હોસ્પિટલના બિલ ભરવા માટે આપવામાં આવતા પૈસા પર TCS ભરવા પડતો નથી પરંતુ, તે સિવાયની દરેક વસ્તુ પર TCS લાગુ પડે છે. ભારત સરકારે પણ આ બધી જગ્યાઓએ રાહત આપી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp