કોરોના ઈફેક્ટઃ આવનારા 6 મહિનામાં 4.88 લાખ કરોડનું દેવુ લેશે સરકાર

PC: zeebiz.com

કોરોના વાયરસના પ્રકોપથી દેશની ઈકોનોમી બરબાદ થઈ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે સરકાર આવનારા 6 મહિનામાં 4.88 લાખ કરોડનું દેવું લેવાની તૈયારીમાં છે. તેની જાણકારી આર્થિક મામલાના સચિવ અતનુ ચક્રવર્તીએ આપી છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમને 2020-21 માટે બજેટમાં બજારમાંથી 7.8 લાખ કરોડ રૂપિયા ઉધાર લેવા માટેનું અનુમાન લગાવ્યું છે. કહેવાનો મતલબ એ છે કે, આ રકમનો આશરે 60 ટકા હિસ્સા શરૂઆતના 6 મહિનાઓમાં જ લઈ લેવામાં આવશે. નાણા મંત્રીએ 2020-21નું સામાન્ય બજેટ રજૂ કરતા કહ્યું હતું કે, નવા નાણાકીય વર્ષમાં બજારમાંથી લેવામાં આવનારી રકમનો એક મોટો હિસ્સો પૂંજી વ્યયમાં ખર્ચ થવાનું અનુમાન છે. સરકારે પૂંજી ખર્ચમાં 21 ટકાની વૃદ્ધિનું પ્રાવધાન કર્યું છે.

જણાવી દઈએ કે, સરકાર પોતાની રાજકોષીય ખોટને પૂર્ણ કરવા માટે બજારમાંથી ધન ભેગું કરે છે. તેને માટે મિયાદી બ્રાંડ અને ટ્રેઝરી બિલ જાહેર કરવામાં આવે છે. વર્ષ 2020-21ના બજેટમાં સરકારની રાજકોષીય ખોટ 7.96 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જે તમામ ઘરેલૂ ઉત્પાદનના 3.5 ટકા હશે.

કોરોના વાયરસના પ્રકોપના કારણે દેશની ઈકોનોમીની હાલત ખરાબ થવાની આશંકા છે. થોડાં દિવસ પહેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, લોકડાઉનના કારણે ઈકોનોમીને 120 અરબ ડૉલર (આશરે 9 લાખ કરોડ રૂપિયા)નું નુકસાન થઈ શકે છે. નુકસાન ભારતના સમગ્ર ઘરેલૂં ઉત્પાદ (GDP)ના 4 ટકાની બરાબર છે.

જણાવી દઈએ કે, લોકડાઉન 14 એપ્રિલ સુધીનું છે. આ લોકડાઉનના કારણે પ્રોડક્શન, સેલ્સ, ડિમાન્ડ બધુ જ ઠપ્પ થઈ ગયું છે. એવામાં ઈકોનોમીની સ્થિતિ સુધરતી નથી દેખાઈ રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp