સોનું આટલા રૂપિયા સસ્તું થયું, જાણો નવી કિંમત

PC: livemint.com

એક તરફ જ્યાં શેર માર્કેટ તેજીની સાથે ખુલી રહ્યું છે, તો સોનામાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. ગઇકાલે સોનું 50381 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું તો આજે સવારે 1 અંકના ઘટાડાની સાથે 50380 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ખુલ્યું. ત્યાર પછી સોનામાં ઘટાડો સતત ઘટતો જ ચાલ્યો ગયો. માત્ર અડધો કલાકના કારોબારમાં જ સોનામાં 400 અંક કરતા પણ વધારે ઘટાડો જોવા મળ્યો. શરૂઆતી કારોબરમાં સોનું પોતાની ઓપનિંગ પ્રાઈસથી ઉપર જઇ શક્યું નહીં, જ્યાકે 50061 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે જ ગોતા મારતું રહ્યું.

નબળી હાજિર માગને લીધે મંગળારે વાયદા બજારમાં સોનું 0.27 ટકાના ઘટાડાની સાથે 50334 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું. મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબર મહિનામાં ડિલીવરી સોના અનુબંધની કિંમત 137 રૂપિયા એટલે કે 0.27 ટકાના ઘટાડાની સાથે 50334 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું. આંતરરાષ્ટ્રીય બજાર ન્યૂયોર્કમાં ગોલ્ડમાં 0.26 ટકાના ઘટાડાની સાથે 1905.70 ડૉલર પ્રતિ ઓંસ રહી ગયું.

HDFC સિક્યોરિટી અનુસાર નબળા વૈશ્વિક રૂઝાનોને કારણ મંગળવારે સોનાની કિંમત 672 રૂપિયાથી ઘટીને 51328 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગઇ. ગયા કારોબારી સત્રમાં સોનું 52000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું. દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં 672 રૂપિયાનો ઘટાડો આવ્યો. ઘરેલૂ શેર બજારમાં નકારાત્મક વલણને લીધે રૂપિયો મંગળવારે અમેરિકન ડૉલરની સરખામણીમાં એક રૂપિયા 20 પૈસા તૂટી 73.58ના ભાવ પર આવી ગયો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું ઘટાડાની સાથે 1900 ડૉલર પ્રતિ ઓંસના સ્તર પર કારોબાર કરી રહ્યું હતું.

દોઢ મહિનામાં લગભગ 4500 રૂપિયા સસ્તુ થયું સોનું

7 ઓગસ્ટના રોજ સોનાએ વાયદા બજારમાં પોતાનું ઉચ્ચતમ સ્તર નોંધાવ્યું હતું અને પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 56200 રૂપિયા થઇ ગઇ હતી. ત્યારથી લઇ ગયા કારોબારી અઠવાડિયા ખતમ થવા પર એટલે કે શુક્રવાર સુધી સોનાની કિંમતોમાં લગભગ 4500 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. એમ તો આ સમય ગોલ્ડ ખરીદી માટે સારો છે, પણ સરાફા બજારમાં ઓછી માગને કારણે ભારે ડિસ્કાઉન્ટ આપવા છતાં લોકો પહેલાની જેમ સોનામાં રસ દાખવી રહ્યા નથી.

પાછલા 5 અઠવાડિયાથી સતત સોના પર ડીલર્સ ડિસ્કાઉન્ટ આપીને લોકોને ખરીદી માટે આકર્ષી રહ્યા છે. ગયા અઠવાડિયે 23 ડૉલર પ્રતિ ઓંસ એટલે કે લગભગ 608 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું. ઓક્ટોબર નવેમ્બર દરમિયાન સામાન્ય રીતે સોનાની માગ વધી જાય છે. દિવાળીની આસપાસ સોનું હંમેશા ચમકે છે. પણ આ વખતે કોરોના વાયરસના કારણે લોકોએ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેની સીધી અસર સોનાની માગ પર પડી છે. મુંબઈના એક ગોલ્ડ ડીલરનું કહેવું છે કે આ વખતે ફેસ્ટીવ સીઝન દરમિયાન પણ માગ ઓછી રહેવાનું અનુમાન છે કારણ કે કિંમતો ખાસ્સી વધી ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp