દેશના સૌથી અમીરોની યાદીમાં ચાર ગુજરાતી, અદાણી 1 વર્ષમાં દસથી બીજા ક્રમે આવી ગયા

PC: khabarchhe.com

ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝિને તૈયાર કરેલા વર્ષ 2019ના દેશના સૌથી અમીર લોકોની યાદીમાં ટોપટેનમાં ચાર ગુજરાતી છે. પહેલો ક્રમ તો હમેશાની જેમ રીલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ચેરેમેન મુકેશ અંબાણીને ફાળે ગયો છે પરંતુ સૌથી મોટો ઉલટફેર ગૌતમ અદાણીએ કર્યો છે તે વર્ષ 2018માં 10માં ક્રમે હતા જે સીધો મોટો કૂદકો મારીને 2019માં બીજા ક્રમે આવી ગયા છે. ટોપટેનની યાદીમાં ચાર ગુજરાતી છે.

ફોર્બ્સ મેગેઝિન 100 અમીરોની યાદી તૈયાર કરે છે. જેમાં ટોપટેનમાં આ વખતે ચાર ગુજરાતી છે તેમાં પહેલા ક્રમે મુકેશ અંબાણી પછી બીજા ક્રમે ગૌતમ અદાણી છે તેમની સંપત્તિ 15.7 અબજ ડોલર બતાવાઇ છે. તે ઓ વર્ષ 2018માં 10માં ક્રમે હતા. ગૌતમ અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખૂબ જ ઝડપથી આગળ વધ્યા છે. એરપોર્ટ્સ વિકસાવવાથી લઇને ડેટા સેન્ટરના બિઝનેસમાં તેમણે અવિશ્વસનીય પ્રગતિ કરી છે.

આ ઉપરાંત 3જા ક્રમે હિન્દુજા બંધુઓ છે. તો ચોથા ક્રમે 15 અબજ ડોલરની નેટવર્થ સાથે પાલોનજી મિસ્ત્રી છે. તેઓ ગત વર્ષે 5માં ક્રમે હતા.

આ ઉપરાંત પાંચમા ક્રમે કોટક બેંકવાળા ઉદય કોટક છે. તેમની નેટવર્થ 14.8 અબજ ડોલર બતાવાઇ છે.

તેઓ ગત વર્ષે 12માં ક્રમે હતા. જ્યારે વિપ્રોના માલિક અજીમ પ્રેમજી ગત વર્ષે 2જા ક્રમે હતા જે ગગડીને સીધા 17માં ક્રમે પહોંચી ગયા છે. તેમની સંપત્તિ 7.2 અબજ ડોલર બતાવાઇ છે. ઉલ્લેખનીય છે કે તેઓ ગત વર્ષે તેમની સંપત્તિમાંથી મોટાભાગની દાન કરી ચૂક્યા છે.

મેગેઝિનનું કહેવું છે કે ગત વર્ષ કરતા તમામ અમીરોની સંપત્તિમાં 8 ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલ તે કુલ 452 અબજ ડોલરની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp