20 વર્ષથી વધુ સમયથી કોંગ્રેસથી જોડાયેલા નેતાએ પાર્ટી માટે પ્રચાર કરવાની ના પાડી

PC: c.ndtvimg.com

કોંગ્રેસને મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સંજય નિરૂપમ પાર્ટીથી નારાજ થઈ ગયા છે અને પ્રચાર નહીં કરે. સંજય નિરૂપમે કહ્યું કે મેં ઉમેદવારની ભલામણ કરી હતી, પરંતુ તેને પણ ટિકિટ આપવામાં આવી નથી. સંજય નિરૂપમે ટ્વીટ કર્યું હતું કે એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીને હવે મારી સેવાઓની જરૂર નથી. મેં મુંબઈની વિધાનસભાની ચૂંટણી માટે ફક્ત એક જ નામની ભલામણ કરી હતી. સાંભળ્યું છે કે એ પણ નકારી કાઢવામાં આવ્યું છે. મેં અગાઉ નેતૃત્વને કહ્યું છે કે હું ચૂંટણી પ્રચારમાં ભાગ લઈશ નહીં. આ મારો અંતિમ નિર્ણય છે. સંજય નિરૂપમને આ વર્ષની શરૂઆતમાં મુંબઈ કોંગ્રેસના વડા પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

આ સિવાય સંજય નિરૂપમે બીજી એક ટ્વીટમાં લખ્યું હતું કે, મને આશા છે કે પાર્ટીને અલવિદા કહેવાનો સમય નહીં આવે, પરંતુ નેતૃત્વ મારી સાથે જે રીતે વર્તન કરે છે, તેવું લાગે છે કે હવે તે દિવસ પણ દૂર નથી.

કોંગ્રેસ-એનસીપી 2014 માં વિધાનસભાની ચૂંટણી અલગથી લડ્યા હતા. કોંગ્રેસ અને એનસીપી વચ્ચે બેઠક વહેંચણી અંગે કોઈ સર્વસંમતિ થઈ ન હતી, ત્યારબાદ પવારની પાર્ટીએ 15 વર્ષ જૂનું ગઠબંધન તોડી નાખ્યું હતું. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 42 બેઠકો અને એનસીપીએ 41 બેઠકો જીતી હતી.

આ 2014 ની ચૂંટણીમાં BJP સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી, જેમાં તેણે 122 બેઠકો જીતી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે જોડાણ પૂર્વે બંને પક્ષના ઘણા અગ્રણી નેતાઓએ પાર્ટી છોડી છે. તેમાંથી એનસીપીના વધુ નેતાઓ BJP કે શિવસેનામાં ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp