મુંબઇ BJPમાં ભડકો, ટિકિટ ન મળતા સમર્થકોએ અન્ય ઉમેદવાર પર કર્યો હુમલો

PC: app.goo.gl

આ મહિને યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કેટલાક ધારાસભ્યો, કેટલાક મંત્રીઓની ટિકિટ પણ કાપી છે. ટિકિટ વહેંચણીના કારણે ઘણા નેતાઓ ગુસ્સે હોવાનું કહેવાય છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર શુક્રવારે ઘાટકોપર પૂર્વ બેઠક પરથી BJPના ઉમેદવાર પરાગ શાહ પર મુંબઇમાં હુમલો થયો હતો. આ દરમિયાન તેમની સાથે ધક્કા-મુક્કી પણ થઇ હતી અને તેમની કારની પણ તોડફોડ કરવામાં આવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો BJPના ધારાસભ્ય પ્રકાશ મહેતાના સમર્થકો દ્વારા કરવામાં આવ્યો હતો. મહેતા છ વખત આ બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયા છે અને BJPએ તેમને આ ચૂંટણીઓમાં ટિકિટ આપી નથી. આ મામલે તેમના સમર્થકોમાં રોષ છે.

આ અગાઉ BJPએ શુક્રવારે પણ પોતાના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં સાત ઉમેદવારોના નામ છે. આ સૂચિમાં એકનાથ ખડસેના સ્થાને તેમની પુત્રી રોહિણી ખડસેને ટિકિટ આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણ પ્રધાન વિનોદ તાવડેનું નામ પણ આ યાદીમાં સામેલ ન કરવામા આવતા તેમના સમર્થકોને પણ આશ્ચર્ય થયું છે. ગુરુવારે જાહેર થયેલી ઉમેદવારોની ત્રીજી યાદીમાં શિરપુર (ST) વિધાનસભાથી કાશીરામ પાવરા, રામટેક વિધાનસભાથી ડો.મલ્લિકાર્જુન રેડ્ડી, સાકોલીથી પરિણય ફુકે અને મલાડ વેસ્ટથી રમેશસિંહ ઠાકુરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, અગાઉ પાર્ટીએ 14 અને 125 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. મહારાષ્ટ્રમાં BJP શિવસેના સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે અને સામે તેમનો મુકાબલો કોંગ્રેસ-NCP ગઠબંધન સાથે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp