ટીબીથી લઇ વિટામીન C સુધીની 21 દવાઓની કિંમત વધશે

PC: toiimg.com

જરૂરી દવાઓની સ્પ્લાઈનો પ્રવાહ ચાલુ રાખવા માટે દેશમાં પહેલીવાર 21 જરૂરી દવાઓની કિંમતોમાં વધારો કરવાની તૈયારી ચાલી રહી છે. આ પહેલીવાર છે, જ્યારે દવાઓની કિંમતને નિયંત્રિત કરતી સંસ્થા NPPA તેની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે.

વાત એ છે કે, જરૂરી દવાઓની કિંમત 50 ટકા ઘટાડ્યા બાદ કંપનીઓ તેનું પ્રોડક્શન ઓછું કરી દે છે. જેથી માર્કેટમાં તેની તંગી પેદા થાય છે. આ મુશ્કેલીને દૂર કરવા માટે અમુક જરૂરી દવાઓની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જે જરૂરી દવાઓની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં TB માટે બીસીજી વૈક્સિન, વિટામિન સી, મેટ્રોનિડેજોલ, બેંજિલપેનિસિલિન જેવી એન્ટીબાયોટિક, મલેરિયાની દવા ક્લોરોક્વિન અને રક્તપિત્તની દવા ડેપસોન સામેલ છે.

કિંમતોમાં ઘટાડો કરવાથી દવા કંપનીઓ પ્રોડક્શન ઓછુ કરી દે છેઃ

NPPAએ કહ્યું છે કે, મોટાભાગની દવાઓ ફર્સ્ટ લાઈન ટ્રીટમેન્ટ માટે ઉપયોગમાં લેવાય છે અને પબ્લિક હેલ્થ માટે ઘણી જરૂરી છે. જોકે આ દવાઓ સતત પ્રાઈસ ક્ન્ટ્રોલની નજરમાં રહી છે. પરિણામ એ આવ્યું કે ઘણી દવાની કંપનીઓ તેમનું પ્રોડક્શન બંધ કરવાની યોજના બનાવી રહી છે.

કંપનીઓનું કહેવું છે કે, દવાની કિંમત ઓછી કરવાને કારણે તેમના ખર્ચાઓ પર તેની અસર પડે છે. એવામાં NPPAએ નિર્ણય લીધો છે કે આ 21 જરૂરી દવાઓની કિંમતમાં વધારો કરવાની પરવાનગી આપવામાં આવે જેથી કંપનીઓ તેનું પ્રોડક્શન બંધ નહિ કરે અને માર્કેટમાં આ દવાઓની તંગી ન સર્જાઈ.

દવાઓના કાચા માલ માટે ચીન પર નિર્ભર છે ભારતઃ

ભારત હજુ પણ દવાઓના ફોર્મ્યૂલેશન માટે ચીન પર આધાર રાખે છે. એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ ઈનગ્રિડિએંટ્સ એટલે કે APIની 60 ટકા જરૂરત ચીનથી પૂરી કરે છે. ચીનથી આયાતને કારણે ભારતીય કંપનીઓના ખર્ચા વધી જાય છે. પાછલા વર્ષે વિટામિન સી તૈયાર કરવા માટેના ઈનગ્રિડિએંટ્સના ભાવ 250 ટકા સુધી વધી ગયા હતા, માટે બજારમાં તેની 25 થી 30 ટકા સુધી તંગી આવી ગઈ હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp