1 ઓક્ટોબરે ગુજરાતનું આ પ્રવાસન સ્થળ પ્રવાસીઓ માટે ખુલશે

PC: Khabarchhe.com

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન આપ્યા બાદ હવે અનલોકની ગાઈડલાઈન અનુસાર રાજ્ય સરકારે ઉદ્યોગો, મંદિરો અને ફરવા લાયક સ્થળોને ખોલવા માટેની છૂટછાટ આપી રહી છે. ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બની રહેલા સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક અને આગામી 1 ઓક્ટોબરથી શરૂ કરવા બાબતે સ્થાનિક તંત્ર દ્વારા તાડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઝુઓલોજિકલ પાર્કમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને 50 પ્રવાસીઓને એક કલાકમાં પ્રવેશ આપવામાં આવશે. પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્કનું બુકિંગ ઓનલાઇન કરવામાં આવશે.

મહત્ત્વની વાત છે કે, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ તંત્ર દ્વારા ઘણા ફરવા લાયક સ્થળો બનાવવામાં આવ્યા છે. આ સ્થળોમાં ફ્લાવર ઓફ વેલી, કેક્ટર્સ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, આરોગ્ય વન અને ગ્લો ગાર્ડન સહિતનો સમાવેશ થાય છે. સ્ટેચ્યૂ ઓફ નજીક બનાવવામાં આવેલા જંગલ સફારી પાર્કને 18 ફેબ્રુઆરીએ ટ્રાયલ રન માટે પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું પરંતુ કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં આ તમામ સ્થળો પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે 1 ઓક્ટોબરથી કોરોનાની નવી ગાઈડલાઈન અનુસાર જંગલ સફારી પાર્ક પણ હવે શરૂ કરવામાં આવશે. આ બાબતે સેન્ટ્રલ ઝુ ઓથોરિટી ન્યુ દિલ્હીથી મંજૂરી મેળવવામાં આવી છે.

જંગલ સફારી પાર્ક 375 એકરમાં ફેલાયેલું છે. તેમાં 62 જાતના દેશી-વિદેશી 1,500 જેટલા પશુ-પક્ષીઓને રાખવામાં આવ્યા છે. પ્રવાસીઓ આ જંગલ સફારીમાં વાઘ, સિંહ, ઝીબ્રા જેવા પશુઓને જોઈ શકશે.

આ બાબતે જંગલ સફારી પાર્કના ડાયરેક્ટર રામરતને જણાવ્યું હતું કે, 1 ઓક્ટોબરથી જંગલ સફારી પાર્ક શરૂ કરવામાં આવશે અને જંગલ સફારી પાર્કની મુલાકાત લેવા આવતા તમામ પ્રવાસીઓને ફરજિયાત માસ્ક પહેરવું પડશે. પ્રવાસીઓને જંગલ સફારીમાં એન્ટ્રી આપતા પહેલા તેમનું ટેમ્પરેચર માપવામાં આવશે અને જો ટેમ્પરેચર નોર્મલ આવે તો તેમને પાર્કમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત પ્રવાસીઓને 65 વર્ષથી વધુ ઉંમરના વડીલો અને 10 વર્ષથી નાની વયના બાળકોને જંગલ સફારીમાં ન લાવવા માટે વિનંતી કરવામાં આવી છે. તમામ ટિકિટ ઓનલાઇન બુકિંગ કરવામાં આવશે અને જે પ્રવાસીઓએ ઓનલાઇન બુકિંગ કરાવ્યુ હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે. જંગલ સફારી પાર્કનો સમય સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp